________________
૧ જીવ-તત્ત્વ
૧૬૩
મહાવ્રતોથી રહિત તેને ગુરુ માને. ધર્મ-યથાર્થ આત્મપરિણતિ કેવલિભાષિત અનેકાંત– સ્યાદ્વાદરૂપ જેમ છે તેમ ન માને, પોતાની કલ્પનાથી સદ્દહણા કરે, પૂર્વ પુરુષોનો મત ભ્રંશ કરે, સૂત્ર અર્થ વિપરીત કહે, નય પ્રમાણ ન સમજે, એકાંત વસ્તુ પ્રરૂપે, કદાગ્રહ છોડે નહી તે. મિથ્યાત્વમોહનીયના ઉદયથી સત્પદાર્થ મિથ્યા દેખાય. જેવી રીતે ધતુરો પીધેલા પુરુષને શ્વેત વસ્તુ પીત લાગે અને જે રીતે તાવના જોરથી ભોજનની રુચિ નથી થતી, તે રીતે મિથ્યાત્વના ઉદયથી સત્પદાર્થ ખોટાં જાણે છે તે પ્રથમ ગુણસ્થાનનું લક્ષણ.
જેમ પુરુષે ખીર ખંડ ખાઈને વમન કર્યું. પરંતુ કિંચિત્ પૂર્વનો સ્વાદ જાણે છે, તેમ ઉપશમસમ્યક્ત્વ વમન કરતા પૂર્વના સમ્યક્ત્વનો સ્વાદ જાણે છે. તે બીજું ગુણસ્થાનક છે.
જેવી રીતે ‘નાલિકેર’ દ્વીપના મનુષ્યને અન્ન ઉપર રાગ નહીં અને દ્વેષ પણ નહીં. તેઓએ ક્યારેય અન્ન જોયું જ નથી તેથી, એવી રીતે જૈન ધર્મ ઉપર રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં. તે મિશ્ર ગુણસ્થાનકનું લક્ષણ જાણવું. ઇતિ તૃતીય.
અઢારેય દૂષણ રહિત તે દેવ, પાંચ મહાવ્રતધારી શુદ્ધ પ્રરૂપક તે ગુરુ, ધર્મ કેવલિભાષિત સ્યાદ્વાદરૂપ, (અપ્રત્યાખ્યાનીયના) ઉદયે અવિરતિ છે. ઇતિ ચતુર્થ.
૧૨ (૧) અણુવ્રતો (અણુવ્રત) પાળે, ૧૧ પડિમા આરાધે, ૭ કુવ્યસન, ૨૨ અભક્ષ્ય ટાળે, ૩૨ અનંતકાય વર્ષે, ઉભય કાળે સામાયિક, પ્રતિક્રમણ કરે, અષ્ટમી, ચૌદસ, અમાસ, પૂર્ણિમા, કલ્યાણક તિથિ એમાં પૌષધ કરે અને બીજી તિથિમાં નહીં અને એકવીસ ગુણ ધા૨ક એ (પાંચમાનું) લક્ષણ.
છઠ્ઠું : સતરેય ભેદથી સંયમ પાળે, પાંચ મહાવ્રત પાળે, ૫ સમિતિ, ૩ ગુપ્ત પાળે, ચારિત્રી, સંતોષી, પરહિત કાજે સિદ્ધાંતનો ઉપદેશ આપે, વ્યવહારમાં રહીને ચૌદ ઉપકરણધારી પરંતુ પ્રમાદી છે, આ છઠ્ઠાનું લક્ષણ છે.
સાતમું : સંજ્વલન કષાયના મંદપણાથી જેનો પ્રમાદ નષ્ટ થયો છે. મૌન સહિત, મોહના ઉપશમન માટે અથવા ક્ષય કરવા માટે પ્રધાન ધ્યાન સાધવાનો આરંભ કરે, મુખ્ય તો ધર્મધ્યાન હોય. અંશમાત્ર રૂપાતીત શુક્લ ધ્યાન પણ હોય છે. ધ્યાનમાં આરૂઢ હોવાથી ષડાવશ્યક કર્તવ્યથી રહિત.
આઠમું ક્ષપક શ્રેણિના લક્ષણ-આસન અકંપ, નાસિકાના અગ્ર ભાગ ઉપર નેત્રયુગલ નિવેશી કંઈક ઉઘડેલા છે એવા કરીને સંકલ્પ-વિકલ્પરૂપ જે વાયુરાજા તેનાથી ચિત્તને અલગ કર્યું છે, સંસાર છેદવાનો ઉત્સાહ કર્યો છે એવા યોગીન્દ્ર શુક્લધ્યાન કરવા યોગ્ય થાય છે, પછી પૂરક ધ્યાન, કુંભક ધ્યાન, સ્થિર ધ્યાન એ ત્રણેય શુક્લના અંતરમાં વમે છે. ઇતિ અષ્ટમ લક્ષણ. નવમા ગુણસ્થાનના નવ ભાગ કરીને પ્રકૃતિ ક્ષય કરે. ઇતિ નવમા.
દશમે સૂક્ષ્મ લોભ સંજ્વલન રહે. એના સિવાયના સર્વ મોહનો ઉપશમ અને ક્ષય કરે છે. સર્વથા મોહના ઉપશમ હોવાના કારણે ઉપશાંતમોહ ગુણસ્થાન કહેવાય છે. ૧૧મું. સર્વથા મોહનો ક્ષય થવાથી ક્ષીણમોહ ગુણસ્થાન કહેવાય છે. ૧૨મું.
૧. ધ્યાનમાં આરૂઢ થવાથી.