________________
૧ જીવ-તત્ત્વ
૧૩૧ અવધિ શરીરથી અલગ હોય તે અવધિ “અસંબંધ” કહેવાય. તે અસંબંધ અવધિના ધણી દૂરથી તો જુએ પણ નજીકથી ન જુએ તે જીવ અને અવધિજ્ઞાનના ક્ષેત્ર વચ્ચે અંતર પડે. ઇતિ ભાવ.
હવે જે સંબદ્ધ અવધિજ્ઞાન હોય તેમને ક્ષેત્રને આશ્રયીને સંખ્યા અને અસંખ્યાત યોજના પ્રમાણ વિષય છે, તેમ જે અસંબદ્ધ અવધિજ્ઞાન થાય. તેનું ક્ષેત્રને આશ્રયીને એમ એ જ વિષય જાણવો. પરંતુ તે ધણીના અને અવધિના ક્ષેત્રની વચ્ચે અંતર પડે તે (પ૬) યંત્રથીઅસંબદ્ધ અવધિ ૪ | સંખ્યાત યોજન | સંખ્યાત યોજન | અસંખ્ય યોજન | અસંખ્ય યોજન અંતર ૪ | સંખ્યાત યોજના અંતર | અસંખ્ય યોજના અંતર | સંખ્યય યોજન | અસંખ્ય યોજના
આ અસંબંધ અવધિના ૪ ભાંગા છે અને જે સંબદ્ધ અવધિ થાય છે, તે કેટલાક તો લોકસંબંધે લોકાન્ત સુધી થાય છે પણ અલોકમાં નથી થતું અને જો અલોક સંબંધ થાય તો અલોકમાં લોક સરખા ખંડ અસંખ્યાતા વ્યાપે. ઇતિ ૧૩મું ક્ષેત્રદ્વાર સંપૂર્ણમ્.
હવે ગતિદ્વાર ૧૪મું. તે ગતિ આદિક વીસ દ્વારે યથાસંભવે મતિજ્ઞાનવત્ વિચારણા ઇતિ.હવે અવધિ લબ્ધિથી અવધિજ્ઞાન થાય છે. પ્રસંગાત્ શેષ લબ્ધિનું સ્વરૂપ લખે છે–૧ આમોસહિ–જેના શરીરના સ્પર્શથી સર્વરોગ જાય, રવિપ્રોસહિ–
વિખ્રસવણ અર્થાત પુરીષ (મળ) અને મૂત્ર જ ઔષધિ છે, ૩ખેલોસહિ–જેનું શ્લેષ્મ ઔષધિ છે, ૪જલ્લોસહિ–જેનો મેલ જ ઔષધિ છે, ૫ સવ્યોસહિ-શરીરના સર્વ અવયવ ઔષધિરૂપ છે, ૬ અંભિન્નસોઉ–એક ઇન્દ્રિયે કરી સર્વ ઇન્દ્રિયોના વિષયો જાણે, ૭ ઓહિ–જેને કરી સર્વરૂપી દ્રવ્ય જાણે તે અવધિ, ૮ ઉજ્જુમાં—અઢી અંગુલ ઊણા (ઓછા) મનુષ્ય ક્ષેત્રના મનના ભાવ જાણે, ૯ વિકલમાં– સંપૂર્ણ મનુષ્યક્ષેત્રના મનના ભાવ જાણે, ૧૦ચારણ–વિદ્યાથી વિદ્યાચારણ, તપથી જંધાચારણ આકાશમાં ઉડે, ૧૧ આસીવિસ–શાપ દેવાની શક્તિ તે “આશીવિષ” લબ્ધિ, ૧૨ કેવલીકેવળજ્ઞાન, કેવલલબ્ધિ, ૧૩ ગણતર–ગણધરપણું પામે તે ગણધરલબ્ધિ, ૧૪ પુલ્વધર–પૂર્વોનું જ્ઞાન થવું તે “પૂર્વ' લબ્ધિ, ૧૫ અરિહંત-મૈલોક્યના પૂજનીક તે “તીર્થકર' લબ્ધિ, ૧૬ ચક્રવટ્ટી ચક્રવર્તીપણું પામે તે “ચક્રવર્તી લબ્ધિ, ૧૭ બલદેવ–બલદેવપણું પામે તે “બલદેવ” લબ્ધિ, ૧૮ વાસુદેવ–વાસુદેવપણું પામે તે “વાસુદેવ' લબ્ધિ, ૧૯ ખીર-મહુ-સધ્વિરાસવ-ખીરા ચક્રવર્તીના ભોજન, મધ, મિશ્રી, દૂધ સપ્રિ-વૃત(ઘી) જેવા મીઠા વચન, ૨૦ કોઠબુદ્ધ–જેમ કોઠામાં બીજ નષ્ટ ન થાય તેમ સૂત્રાર્થ નષ્ટ ન થાય, ૨૧ પયાણસારી–એક પદના વાંચવાથી અનેક પદ આવે, ૨૨ બીયબુદ્ધિ-એક પદના વાંચવાથી અનેક પ્રકારના અર્થ જાણે, ૨૩ તેયગ–જેણે તપવિશેષે કરી તેજોલેશ્યા ઉપજે, ૨૪ આહારગ ચૌદ પૂર્વધર આહારક શરીર કરે (જ્યારે) શંકા પડે, ૨૫. સીમલેસાય-શીતલેશ્યા ઉપજે તપવિશેષે કરી, ર૬ વયવદેહ–ઘણા રૂપ કરવાની શક્તિ, ૨૭ અબ્બીણ-મહાણસી–આહાર જ્યાં સુધી પોતે જમે નહીં ત્યાં સુધી બધા જમે તો ખૂટે નહીં, ૨૮ પુલાયચક્રવર્તી આદિકની સેનાને ચૂર્ણ કરવાની શક્તિ.