________________
૧ જીવ-તત્ત્વ
૧૧૫
હવે પછી કાલથી ક્ષેત્ર સૂક્ષ્મ કહ્યા તે કેટલામાં ભાગે સૂક્ષ્મ છે, તે વાત કહીએ છીએ. પ્રથમ તો કાલ સૂક્ષ્મ, એક ચપટી વગાડતાં અસંખ્ય સમય વીતે. તે થકી ક્ષેત્ર અસંખ્યાત ગુણા સૂક્ષ્મ, એક અંશુલ માત્ર ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ છે તે સમય સમય એકેક કાઢતાં અસંખ્યાતી અવસર્પિણી વીતે. ક્ષેત્રથી દ્રવ્ય સૂક્ષ્મ અનંત ગુણા. એકેક પ્રદેશમાં અનંતાદ્રવ્ય છે. તે દ્રવ્યથી પર્યાય સૂક્ષ્મ અનંત ગુણા. એકેક દ્રવ્યમાં અનંતા છે.
હવે જ્યારે પહેલા અવધિજ્ઞાન ઉપજે ત્યારે પહેલાં કયું દ્રવ્ય જુએ તે વાત કહે છે—તે પુરુષ આદિકને જ્યારે પહેલાં અવધિજ્ઞાન ઉપજે ત્યારે પહેલા તૈજસ શરીર યોગ્ય જે દ્રવ્ય અને ભાષા યોગ્ય જે દ્રવ્ય તે બન્નેની વચ્ચે જે અયોગ્ય દ્રવ્ય છે, તે દ્રવ્ય કેવું છે ? કંઈક ભારે છે, કંઈક હલકું છે, તે ‘‘ગુરુલઘુ” કહેવાય અને જે ભારે પણ ન હોય અને હલકુ પણ ન હોય તે ‘‘અગુરુલઘુ’’ કહેવાય. જઘન્ય અવધિજ્ઞાનના ધણી ગુરુલઘુ, અગુરુલઘુ એ બન્ને જ જુએ. એક કોઈ તૈજસ શરીરની સમીપ છે તે ગુરુલઘુ છે અને જે ભાષાદ્રવ્યની સમીપ છે તે અગુરુલઘુ છે, પછી જે જઘન્ય અવધિ કહ્યા, તેના સ્વરૂપને માટે વર્ગણાનું સ્વરૂપ લખે છે—
(૧) દ્રવ્યવર્ગણા, (૨) ક્ષેત્રવર્ગણા, (૩) કાલવર્ગણા, (૪) ભાવવર્ગણા, (૫) ઔદારિક અયોગ્ય વર્ગણા, (૬) ઔદારિક યોગ્ય વર્ગણા, (૭) ઉભય અયોગ્ય વર્ગણા, (૮) વૈક્રિય યોગ્ય વર્ગણા, (૯) ઉભય અયોગ્ય વર્ગણા, (૧૦) આહા૨ક યોગ્ય વર્ગણા, (૧૧) ઉભય અયોગ્ય વર્ગણા, (૧૨) તૈજસ યોગ્ય વર્ગણા, (૧૩) ઉભય અયોગ્ય વર્ગણા, (૧૪) ભાષા યોગ્ય વર્ગણા, (૧૫) ઉભય અયોગ્ય વર્ગણા, (૧૬) આનપ્રાણ યોગ્ય વર્ગણા, (૧૭) ઉભય અયોગ્ય વર્ગણા, (૧૮) મનયોગ્ય વર્ગણા, (૧૯) ઉભય અયોગ્ય વર્ગણા, (૨૦) કર્મ યોગ્ય વર્ગણા, (૨૧) ધ્રુવ વર્ગણા, (૨૨) યોગ્ય ધ્રુવ વર્ગણા, (૨૩) અયોગ્ય ધ્રુવ વર્ગણા, (૨૪) અવવર્ગણા, (૨૫) શૂન્યત૨વર્ગણા, (૨૬) અશૂન્યતરવર્ગણા, (૨૭) ધ્રુવાનંતરવર્ગણા, (૨૮) તનુવર્ગણા, (૨૯) મિશ્ર સ્કંધ અને (૩૦) અચિત્ત મહાકંધ.
હવેવર્ગણાસ્વરૂપ—આલોક આખો અલોક સુધી પુદ્ગલથી ભરેલો છે. તે પુદ્ગલ કયા કયા છે તે કહે છે, પુદ્ગલની જુદી જુદી વર્ગણા છે, ‘વર્ગણા’ એટલેસરખેસરખાદ્રવ્યનો સમૂહ કહેવાય, તે વર્ગણા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અનેભાવથીચા૨પ્રકારેછે, તે કઈરીતે? એક એક પ૨માણુઓ જેટલા છે, તેની એક વર્ગણા જાણવી. બે-બે પરમાણુ મળે તેની બીજી વર્ગણા, એમ ત્રણ-ત્રણની ત્રીજી, એમચાર-ચારનીચોથી, એમસંખ્યાતપરમાણુએ, અસંખ્ય પરમાણુએ, અનંતપરમાણુએ તેની જુદીજુદી વર્ગણાજાણવી. એમદ્રવ્યવર્ગણા અનંતીહોયછે, ઇતિદ્રવ્ય વર્ગણા. હવેક્ષેત્રનેઆશ્રયીને પરમાણુઓ અથવા મોટા દ્રવ્ય જે એક આકાશપ્રદેશે રહ્યા તે સર્વની એક વર્ગણા એમ બે પ્રદેશમાં રહ્યાનીબીજીવર્ગણા, એમ ત્યાં સુધી લેતા જવું, જ્યાં સુધી અસંખ્ય પ્રદેશ વ્યાપે, તેની જુદી જુદી વર્ગણા ક્ષેત્રને આશ્રયીને અસંખ્યાતી થાય છે તથા કાલને આશ્રયીને તે એક પરમાણુ, બે પરમાણુ