________________
૧ જીવ-તત્ત્વ
૯૯
એ ૬×૪ ચોવીસ અને ચાર વ્યંજનાવગ્રહ, એમ ૨૮ ભેદ શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના છે. અને અશ્રુતનિશ્રિત મતિના ભેદ ઔત્પાતિકી આદિ ૪ બુદ્ધિ. તેનો વિસ્તાર નન્દીસૂત્રથી જાણવો. તથા શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ છે. તે લખે છે. ૧ બહુગ્રાહી, ૨ અબહુગ્રાહી, ૩ બુહવિધગ્રાહી, ૪ અબહુવિધગ્રાહી, પ ક્ષિપ્રગ્રાહી, ૬ અક્ષિપ્રગાહી, ૭ અનિશ્રિત, ૮ નિશ્રિત, ૯ અસંદિગ્ધ, ૧૦સંદિગ્ધ, ૧૧ધ્રુવ, ૧૨ અધ્રુવ, તેનો અર્થ-કોઈ એક ક્ષયોપશમના વિચિત્રપણાથી અવગ્રહ આદિએ કરીને એક સાથે જે ભેરી, શંખ પ્રમુખ તેના શબ્દ જુદા જુદા જાણે તે ‘બહુગ્રાહી’ અને એક અવ્યક્તપણે તુર્યની જ ધ્વનિ જાણે તે ‘અબહુગ્રાહી’ અને જે વળી સ્ત્રી વગેરેની વગાડેલી મધુર આદિ ઘણા પર્યાયે કરી શંખ પ્રમુખની ધ્વનિ જાણે તે ‘બહુવિધગ્રાહી’. તેમાંથી એક વિપરીત જાણે તે ‘અબહુવિધગ્રાહી'. જે શબ્દ આદિ કહ્યા તે ક્ષિપ્ર-ઉતાવળા જાણે તે ‘ક્ષિપ્રગ્રાહી’’ અને એક વળી અટકીને મોડા જાણે તે ‘અક્ષિપ્રગ્રાહી’, એક લિંગથી જાણે તે ‘નિશ્રિત.’ ‘ધજા જોઈને દહેરા જાણે', તેનાથી વિપરીત જાણે તે ‘અનિશ્રિત’. જે સંશય વિના જાણે તે ‘અસંદિગ્ધ’. સંશય સહિત જાણે તે ‘સંદિગ્ધ’ અને જે એક વારનું જાણ્યું સદા જાણે પણ કાલાંતરે પરના ઉપદેશની ઇચ્છા ન કરે તે ‘ધ્રુવ’ કહેવાય. તેનાથી વિપરીત ‘અવ’ કહેવાય. એ બારે ભેદ સાથે પહેલાં ૨૮ ભેદને ગુણતાં ૩૩૬ મતિજ્ઞાનના ભેદ થાય છે.
૧ ઇહા, ૨ અપોહા, ૩ વિમર્શ, ૪ માર્ગણા, ૫ ગવેષણા, ૬ સંજ્ઞા, ૭ સ્મૃતિ, ૮ મતિ, ૯ પ્રજ્ઞા—આમતિના એકાર્થ(ક) નામ છે, એ નવ મતિના નામ છે.
હવે મતિજ્ઞાનનું નવ દ્વારે કરી નિરૂપણ કરીએ છીએ–
૧. સંત૦ (સત્ત્ન) સત્ પદ પ્રરૂપણા અર્થાત્ મતિજ્ઞાન ક્યાં ક્યાં મળે ? ૨. દ્રવ્ય પ્રમાણ-એક કાળે કેટલા જીવ મતિજ્ઞાનવંત મળે ? ૩. ક્ષેત્ર-મતિજ્ઞાનવંત કેટલા ક્ષેત્રમાં છે ? ૪ સ્પર્શના-મતિજ્ઞાનવાન્ કેટલા ક્ષેત્રને સ્પર્શે છે ? ૫ કાળ-મતિજ્ઞાન કેટલો કાળ રહે છે ? ૬ અંતર-મતિજ્ઞાનનું અંતર ? ૭ ભાગ-મતિજ્ઞાની અન્યજ્ઞાનીઓના કેટલામાં ભાગે હોય ? ૮ ભાવ-મતિજ્ઞાન છ ભાવમાં કયા ભાવમાં હોય છે ? ૯ અલ્પબહુત્વ-મતિજ્ઞાન પૂર્વપ્રતિપન્નાપ્રતિપદ્યમાન, એમાં ઘણાં કયા અને અલ્પ કયા ?
(૩૬) સત્પદ દ્વાર-વીસ ભેદ યંત્ર
સત્ પદ પ્રરૂપણા | મતિ છે કે ૨૦ દ્વારે
નહીં?
છે
નથી
ચારેય ગતિમાં (૧) એકેન્દ્રિય, બેઇન્દ્રિય,તેઇન્દ્રિય ચતુરિન્દ્રિયમાં પ્રાયે
પંચેંદ્રીયમાં (૨) |સ્તિ (છે)
૧. અત્યા
પૃથ્વી, અપ્, તેજ નાસ્તિ વાયુ, વનસ્પતિ |(નથી)| ત્રસકાયમાં (૩) | અસ્તિ
(છે)
नास्ति
(નથી)
એકાંત કાયયોગે
એકાંત વચનેકાયે
"
જ્યાં ત્રણેય યોગ સાથે (૪)
સ્ત્રી, પુરુષ,
નપુંસક વેદે (૫)
અનંતાનુબંધી ચોકડીમાં
अस्ति
(છે)
अस्ति
(છે)
નથી