________________
ત્રષિમણ્ડલ સ્તોત્રમ
अनुद्धतं शुभं स्फीतं, साचिकं राजसं मतम् । तामसं चिरसम्बुद्धं, तैजसं शर्वरीसमम् ॥१५॥ साकारं च निराकारं, सरसं विरसं परम् ।
परापरं पगतीतं, परंपरपरापरम् ।। १६ ॥ રહિત નિર્મળ, ઘાતી કર્મોના ઉદયના અભાવે શાન્ત, સર્વ તીર્થકરોનું એક સ્વરૂપ હોવાથી સર્વ વિશીઓમાં વિસ્તરેલું, અજ્ઞાનરૂપ જાયતા રહિત, મતિજ્ઞાનને પ્રકાર ઈહા અથવા ઈછા રહિત, અહંકાર રહિત, માટે સ્વયં શ્રેષ્ઠ, જગતને જ્ઞાનરૂપ ચનનું દાન દેવાથી અતિશ્રેષ્ઠ, આત્મપ્રદેશથી ઘનીભૂત માટે “ઘ” (સિદ્ધ સ્થાનમાં અનંત આત્માઓ સાથે એક અવગાહનામાં રહેલું) છે. (૧૪)
વળી ઉદ્ધતપણુથી રહિત, તીર્થકર નામ કર્મના ઉદયને યોગે શુભ, સર્વ દેના ત્રણ કાળના રૂપ કરતાં ય અતિશય રૂપવાળું હોવાથી ફીત એટલે દેદીપ્યમાન, આત્માના અનંત વીર્યરૂપ સત્ત્વગુણવાળું, ત્રણે જગતના નાથ રૂપે માન્ય હોવાથી રજોગુણ, કર્મરૂપ શત્રુઓનું નાશક માટે તમે ગુણવાળું, વૈકાલિક-ચિરજ્ઞાનવાળું, (અથવા જ્યાં “વિશં-જુદું” એ પાઠાન્તર છે ત્યાં શૃંગારાદિ રસરહિત, અને જ્ઞાનવાળું એમ અર્થ સમજવો) પૂર્ણિમાની રાત્રિની જેમ તેજવાળું (શાન્ત પ્રકાશ કરનારું) (૧૫)
વળી અવગાહના હોવાથી આકારવાળું છતાં સિદ્ધાપેક્ષાએ અરૂપી લેવાથી નિરાકાર છે. આત્મગુણેના રસને