________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
नात्यन्ताभावरूपा न च जडिममयी व्योमवद्व्यापिनी नो, न व्यावृत्तिं दधाना विषयसुखघना नेष्यते सर्वविद्भिः । सदूपात्मप्रसादाद् द्यगवगमगुणौघेन संसारसारा, निःसीमात्यक्ष सौख्योदयवसतिरनिःपातिनी मुक्तिरुक्ता ।। Iરૂ॥
૪૭૨
इत्युद्घृतो गुणस्थान - रत्नराशिः श्रुतार्णवात् । પૂર્વિિક્તના વૈય, રત્નશેવભૂમિઃ ॥૨૩॥
આ મુક્તિ સર્વથા અભાવરૂપ નથી, જડની બનેલી નથી, આકાશની જેમ સત્ર વ્યાપક નથી, તેમ વ્યાવૃત્તિવાળી (પાછી ચાલી જાય તેવી) નથી, વિષયસુખની પ્રચુરતા વાળી પણ નથી. કિન્તુ સરૂપ (સદ્ભાવરૂપ) છે, આત્માને કમેલ નાશ પામવાથી પ્રગટેલી નિર્મળતાને ચેાગે પ્રગટ થએલા સમ્યગ્ દર્શન અને જ્ઞાન વિગેરે ગુણેાના સમૂહથી સકળસંસાર પર્યટનના સારભૂત જે અપાર અતીન્દ્રિય સુખ, તેને અનુભવ કરવાના સ્થાનરૂપ છે અને પુનઃ કદી નાશ નહિ પામનારી છે એમ સર્વજ્ઞ ભગવન્તા કહે છે. (૧૩૫)
એ પ્રમાણે શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રમાંથી શ્રીરત્નશેખરસૂરિજીએ પૂષિઓનાં ઉત્તમ કથના રૂપી નાવડીના બળે આ ગુણસ્થાનકરૂપ રત્નાના સમૂહ ઉદ્ધર્યો છે.
॥ ઇતિ શ્રીરત્નશેખરસૂરિવિરચિતા ગુણસ્થાનકમારેાહઃ સાઃ સમાપ્તઃ ॥