________________
૪૫૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ चराचरमिदं विश्वं, हस्तस्थामलकोपमम् । प्रत्यक्षं भासते तस्य, केवलज्ञानभास्वतः ॥८४॥ विशेषात्तीर्थकृत्कर्म, येनास्त्यर्जितमूर्जितम् । तत्कर्मोदयतोऽत्रासौ, स्याज्जिनेद्रो जगत्पतिः ॥८५। स सर्वातिशययुक्तः, समिरनरैर्नतः। चिरं विजयते सर्वोत्तमं तीर्थं प्रवर्तयन् ॥८६।। वेद्यते तीर्थकृत्कर्म, तेन सद्देशनादिभिः । भूतले भव्यजीवानां, प्रतिबोधादि कुर्वता ।।८७॥
કેવલજ્ઞાનરૂપી સૂર્યથી કેવલી ભગવાનને આ સર્વ ચરાચર જગત હાથમાં રહેલા આમળાની જેમ પ્રત્યક્ષ જણાય છે. (૮૪)
વિશેષમાં જેણે નિકાચિત એવું તીર્થકર નામકર્મ બાંધેલું હોય તે આત્મા તે કર્મના ઉદયથી આ ગુણસ્થાનકે ત્રણ જગતના તારક જિનેન્દ્ર (તીર્થકર) થાય છે. (૮૫)
તે તીર્થકરે ચેત્રીશ અતિશય, આઠ પ્રાતિહાર્ય, વિગેરે સર્વ અતિશયથી યુક્ત, સર્વ દે અને મનુષ્યોથી પૂજાએલા ચિરકાલ સુધી સર્વશ્રેષ્ઠ એવા તીર્થ (મોક્ષમાર્ગ)ને પ્રવર્તાવતા વિજયવન્તા (આત્મસુખના અનન્ત આનન્દને ભેગવતા) વર્તે છે. (૮૬)
આ પૃથ્વીતળમાં વિચરતા તેઓ ભવ્ય આત્માઓને ‘ઉત્તમ ધર્મની દેશના દેવી વિગેરેથી પ્રતિબંધ વિગેરેને કરતા તે તીર્થકર નામ કમને વેદે. ભગવે–ખપાવે છે.) (૮૭) .