________________
૪૫૪
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अष्टौ मध्यकषायाश्च, द्वितीयेऽथ तृतीयके । पण्डत्वं तुर्यके स्रीत्वं, हास्यषट्कं च पञ्चमे ॥७॥ चतुवंशेषु शेषेषु, क्रमेणैवातिशुद्धितः। पुंवेदश्च ततः क्रोधो, मानो माया च नश्यति ॥७१॥ ततोऽसौ स्थूललोभस्य, सूक्ष्मत्वं प्रापयन् क्षणात् । आरोहति मुनिः सूक्ष्म-सम्परायं गुणास्पदम् ॥७२॥ एकादशं गुणस्थानं, क्षपकस्य न संभवेत् । किन्तु स सूक्ष्मलोभांशान् , क्षपयन द्वादशं व्रजेत् ॥७३॥
બીજા ભાગે આઠ મધ્યમ (અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લોભ) કષાને ક્ષય કરે છે, પછી ત્રીજા ભાગે નપુસક વેદને, ચેથા ભાગે સ્ત્રી વેદને અને પાંચમા ભાગે હાસ્ય વિગેરે ષક (છ) ને ક્ષય કરે છે. (૭૦)
તે પછીના છઠાથી નવમા સુધીના ચાર ભાગોમાં ક્રમશઃ વધતી (પરિણામની) અતિ શુદ્ધિથી અનુક્રમે છઠા ભાગે પુરૂષવેદન, સાતમા ભાગે સંજવલન ક્રોધને, આઠમા ભાગે સંજ્વલન માનને અને નવમા ભાગે સંજવલન માયાને (અને છેલ્લા સમયે) ક્ષય કરે છે. (૭૧)
તે પછી એ ક્ષેપક મુનિ ક્ષણમાં બાદરલોભના (ગુણસ્થાનકના સમય જેટલા) સૂક્ષ્મ ખણ્ડ કરીને “સૂમ પરાય નામના ગુણસ્થાનકે ચઢે છે. (૭૨)