________________
૪૪૦
સ્વાધ્યાહુ ગ્રન્થસદેહ
સંયમ
आत्त रौद्रं भवेदत्र, मन्दं धयं तु मध्यमम् । પતિમાથાદ્ધ-ત્રતપાસનમવમ્ રિપો अतःपरं प्रमत्तादि-गुणस्थानकसप्तके । अन्तर्मुहूर्तमेकैकं, प्रत्येकं गदिता स्थितिः ॥२६॥ कषायाणां चतुर्थानां, व्रती तीब्रोदये सति । भवेत्प्रमादयुक्तत्वा-त्प्रमत्तस्थानगो मुनिः ॥२७॥
આ દેશવિરતિ ગુણસ્થાનક જેમ જેમ વધે (નિર્મળ થતું જાય), તેમ તેમ આત્ત અને રૌદ્ર એ બે ધ્યાને મન્દ (નિર્બળ) થતાં જાય છે અને દેવપૂજા, ગુરૂભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ તથા દાન એ ષટ્કર્મો, શ્રાવકની અગીયાર પડિમાઓ તથા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણાદિ વ્રતની પ્રાપ્તિ (પાલન) રૂપ મધ્યમ ધર્મધ્યાન વધતું જાય છે. કિન્તુ ઉત્કૃષ્ટ થતું નથી. (૨૫)
એની પછીનાં (ઉપરના) પ્રમત્ત વિગેરે સાત (બારમા સુધીનાં) ગુણસ્થાનકેની પ્રત્યેકની સ્થિતિ શ્રીજિનેશ્વરેએ એક એક અન્તર્મુહૂર્તની કહેલી છે. (૨૬)
(છઠા ગુણસ્થાનકે વર્તતો) મુનિ અહિંસાદિ મહાવતેને ધારણ કરવા છતાં ચોથા (સંજ્વલન) કષાના તીવ્ર ઉદયથી (પાલનમાં) પ્રમાદ (મેહ) યુક્ત હોવાથી તે પ્રમત્ત ગુણસ્થાનકવતી જાણો. (અર્થાત્ સંજ્વલનના ઉદયવાળા પ્રમાદવાળા વ્રતધારી મુનિનું પ્રમત્ત ગુણસ્થાનક કહેવાય છે.) (૨૭)
અલ પ્રાણાતિપાત કરી છે. કિન્તુ ઉ