________________
૩૮૬
સ્વાધ્યા૦ ગ્રન્થળેહ खीरं दहि घयं तिल्लं, गुड ओगाहिम मजविवज्जे । मंसं मक्खण वज्जे, महुमवि वज्जे भवे दसहा ॥१॥
અર્થ–દૂધ-દહિ-ધી-તેલ-ગોળ, પકવાન્ન, મઘ, માંસ માખણ અને મધને પણ વજે એમ દશ પ્રકારે જાણવા. (૧)
હવે એની ભાવનાને વિધિ કહે છેअविरयअणसणसमणो, मणसंलीणो सुदव्यत्तणुक्कोसो । अप्पाहारोणुदरिओ, सिस्थतवो खीरमवि वज्जे ॥१॥
અર્થ—અણસણ નહિ કરનાર, મનને વિજેતા, ઉત્તમ દ્રવ્યની પ્રાપ્તિને ગર્વ નહિ કરનાર, અલ્પાહાર માત્રથી નિર્વાહ (ઉદરી) કરનાર, અમુક દાણાથી વધુ આહાર નહિ લેવાના નિયમવાળો ઉત્તમ મુનિ દૂધ વિગઈને પણ ત્યાગ કરે તેને મારો નમસ્કાર થાઓ.)
એ પ્રમાણે પદો બદલતાં ૧૮૦૦૦ ગાથાઓ, સ્વાધ્યાય અને તેટલા નમસ્કાર થાય.