________________
શીલાગાદિરથસંગ્રહ
૩૮૩ અથ–જ્ઞાની, જિનવચનના પાલક, જિનેશ્વરની સ્તુતિકરનાર, પૃથ્વીકાયના વધની વિરતિવાળા અને ઈચ્છાકાર સામાચારીના પાલક મુનિવરોનું ભદ્ર એટલે કલ્યાણ થાઓ. (૧)
હવે આ ભદ્ર સામાચારી રથનું ફળ કહે છે. सामायारीइ रहो, पंचनमुक्कारसारहिनियुत्तो। नाणतुरंगमजुत्तो, नेइ फुडो परमनिव्वाणं ॥१॥
અર્થ–પંચપરમેષ્ટિને નમસ્કાર કરવારૂપ સારથીથી ચલાવાતે અને જ્ઞાનરૂપી ઘડાથી જોડેલો આ સામાચારી (ભદ્ર) રથ આત્માને નિશ્ચ પરમનિર્વાણ (મેક્ષ)માં લઈ જાય છે. (૧)