________________
૩૫
દિવસે આઠ જ વાપરવાં, એ નિયમનું છેક સુધી પાલન કર્યું હતું. દીક્ષાદ્દિનથી વીશ વર્ષે એકાસણાથી આછે. તપ કર્યાં ન હતા, તેમાં પણ ઇતિથિ તા આયમ્બિલ ઉપવાસથી ઓછું નહિ. છેક ખાલ્યવયથી આરમ્ભેલી નવપદની શાશ્વતી ઓળીની આરાધના છેક છેલ્લા વર્ષ સુધી ચાલુ રાખી હતી. વર્ધમાન તપની પણ ૧૭ એળીએ કરી હતી. અઠ્ઠાઈના તપ પણ તેઓએ કર્યાં હતા, વિગઈ પણ પ્રમાણભૂત જ લેતાં, અનેક જાતની વસ્તુઓ મળવા છતાં આ યુગમાં આ રીતે તેમણે સાચવેલે રસનાના કાબૂ સહજ પ્રશંસા માગી લે છે. એમના આ ગુણની છાયાથી આશ્રિતવર્ગ પણ વિના પ્રેરણાએ તેમને અનુસરવા યથાશકચ જાગ્રત રહેતા. અનેક જીવાના કલ્યાણની જવાબદારી માટે તેમના આ ગુણુ તેમને સારા સાથીદાર બન્યા હતા.
ભાષામાં મધુરતા ઉપરાન્ત દૃઢતા અને સત્ત્વ પણ હતાં. પ્રાયઃ આદેય નામકર્મના ઉદયને લીધે તેઓનું વચન કાઈ ઉત્થાપતુ નહિ, વર્ષો સુધી સેંકડો સાધ્વીઓને સમ્ભાળવા છતાં તેઓ પ્રત્યે એક પણુ સાધ્વીને અસદ્ભાવ થવાના પ્રસ ંગ અન્યા નથી, દરેક તેમની સેવામાં રહેવા ઈચ્છતાં, હિતશિક્ષા સાંભળતાં અને જુઠ્ઠાં વિચરતાં વિરહનુ દુઃખ અનુભવતાં, એ એમની મધુર પ્રિય અને હિતકર વાણીના મહિમા હતા.
અપ્રમાદ અનુકરણીય હતા, ક્રિયામાં જાગૃતિ હતી, ઉભય ટાઈમ બનતાં સુધી ઉભાં ઉભાં પ્રતિક્રમણુ કરતાં, નિદ્રા પરિમિત હતી, પાછલી રાત્રે વહેલા જાગ્રત થઈ દરરાજ