________________
ધર્મરત્નપ્રકરણમ
૩ર૧ बहुमन्नइ धम्मगुरूं, परमुवयारित्ति तत्तबुद्धीए । तत्तो गुणाण वुड्ढी, गुणारिहो तेणिह कयन्नू ॥२६॥ परहियनिरओ धन्नो, सम्म विन्नायधम्मसम्भावो । अन्ने वि ठवइ मग्गे, निरीहचित्तो महासत्तो ॥२७॥ लक्खेह लद्धलक्खो, सुहेण सयलं पि धम्मकरणिज्ज । दक्खो सुसासणिज्जो, तुरियं च सुसिक्खिओ होइ ॥२८॥ एए इगवीसगुणा, सुयाणुसारेण किंचि वक्खाया। अरिहंति धम्मरयणं, घेत्तं एएहि संपन्ना ॥२९॥
૧૯-કૃતજ્ઞ-(સંસારરૂપ કુવામાં પડતાં મને બચાવ્યો એવી) તત્ત્વબુદ્ધિથી આ મારા પરમ ઉપકારી છે” એમ કૃતજ્ઞ ધર્મગુરૂનું બહુમાન કરે તેથી તેનામાં ગુણોની વૃદ્ધિ થાય, માટે ધર્મના અધિકારમાં કૃતજ્ઞ પુરૂષ ગુણ પ્રાપ્તિ માટે લાયક કહ્યો છે. (૨૬) - ૨૦–પરહિતકારી-અન્યનું હિત કરવાના સ્વભાવવાળે જીવ ધન્ય છે, સમ્યગ રીતે ધર્મના રહસ્યને જાણ, નિઃસ્પૃહ અને સત્ત્વશાળી તે બીજાઓને પણ ધર્મમાર્ગમાં જોડે છે, સ્થિર કરે છે. (૨૭)
૨૧–લબ્ધલક્ષ્ય–જે ધર્મના લક્ષ્યવાળો હોય તે સકળ ધર્મ કાર્યોને સહેલાઈથી સમજી શકે છે, તેથી ચતુર અને હેલાઈથી સમજાવી શકાય તેવે તે જલ્દી (અલ્પ કાળમાં) ધમને શીખી લે છે. (૨૮)
એ એકવીશ ગુણે અન્ય ગ્રન્થને આધારે અહીં ટૂંકમાં ૨૧