________________
કુલકસંગ્રહ
૩૦૭ लद्धंमि गुरुमि तओ, तव्ययणविसेसकयअणुट्ठाणो । पडिवज्जइ पव्वज्ज, पमायपरिवज्जणविसुद्धं ॥३६॥ नाणाविहतवनिरओ, सुविसुद्धासारभिक्खभोई य । सव्वत्थ अप्पडिबद्धो, सयणाईसु मुक्कवामोहो ॥३७॥ एमाइ गुरूवइट्ट, अणुट्ठमाणो विसुद्धमुणिकिरियं । मुच्चइ नीसंदिद्धं, चिरसंचियकम्मवाहीहिं ॥३८॥
તેવા ગુરૂ પ્રાપ્ત થતાં તેઓના વચનથી સવિશેષ અનુષ્ઠાને (ધર્મ ક્રિયા) ને કરતે તે પ્રમાદના પરિહાર પૂર્વકની (અપ્રમત્ત) દીક્ષાને સ્વીકારે છે. (૩૬)
તથા અનેક પ્રકારનાં (બાહ્ય-અભ્યન્તર) તપમાં નિરત (રાગી) બનેલ તે બેંતાલીશ દેષથી વિશુદ્ધ અને અસાર (નિરસ-વિરસ) ભિક્ષાનું ભજન કરતો, (દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી) સર્વત્ર અપ્રતિબદ્ધ (મૂછ રહિત) સ્વજનાદિમાંથી મેહ મુક્ત થએલ, (૩૭)
ઈત્યાદિ ગુરૂએ કહેલી વિશુદ્ધ સાધુ કિયાને આચરતે નિધ્યે ચિરકાલનાં બાંધેલાં કમૅરૂપ વ્યાધિથી છૂટે છે. (સર્વથા કર્મમલથી મુક્ત થએલ મેક્ષને પામે છે). (૩૮)