________________
સ્વાધ્યા૦ ગ્રન્થસહ सद्दलसीहगंडय-जाईमुं जीवघायजणिआसुं । जे उववन्नेण मए, विणासिया ते वि खामेमि ॥१२॥ ओलावगिद्धकुक्कुड-हंसबगाईसुं सउणजामे (इ) सु । जे छुहवसेण खद्धा, किमिमाइ ते वि खामेमि ॥१३॥ मणुएसु वि जे जीवा, जीभिंदियमोहिएण मूढेण । पारद्धिरमंतेणं, विणासिया ते वि खामेमि ॥१४॥ फासगठिएण जे चिय, परदाराईसु गच्छमाणेणं । जे दूमिय दुहविया, ते वि य खामेमि तिविहेणं ॥१५॥
તેમાં પણ વાઘ, સિંહ, ગેંડા વિગેરેની જીવઘાતક માંસાહારી જાતિઓમાં ઉત્પન્ન થયેલા મેં જે જે જીવને નાશ કર્યો તેને પણ ખમાવું છું. (૧૨)
બેચર તિર્યંચમાં–આજ (શ્યન), ગીધ, કુકડા, હંસ, બગલા વિગેરે પક્ષિઓની જાતિઓમાં ઉપજેલા મેં ભૂખને વશ થઈને જે જે કીડા વિગેરે વિવિધ) જીવેને ખાધા, (મારી નાખ્યા) તેઓને પણ ખમાવું છું. (૧૩)
મનુષ્યપણામાં પણ જીન્હા ઈન્દ્રિયને વશ પડેલા મૂઢ મારા જીવે શિકારાદિ ખેલતાં જે જે જીને નાશ કર્યો, તેઓને પણ ખમાવું છું. (૧૪)
સ્પર્શને વશ થએલા મેં પરદાર–વેશ્યા-કુમારી વિગેરેનાં મિથુન સેવતાં જે જે જીવને સંતાપ (પરિતાપ) ઉપજા, અપ્રીતિ ઉપજાવી (દુર્ભાવ પિદા કર્યો) દુઃખી કર્યા, મારી નાખ્યા), તેઓને પણ ત્રિવિધ ખમાવું છું. (૧૫)