________________
૨૮૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
हा ! हा ! तइया मूढो, न याणिमो (हं) परस्स दुक्खाई। करवत्तयछेयणभेयणेहिं, केलीए जणियाइं ॥५॥ जं किं पि मए तइया, कलंकलीभावमागएण कयं । दुक्ख नेरइयाणं, तं पि य तिविहेण खामेमि ॥६॥ तिरियाणं चिय मज्झे, पुढवीमाईसु खारभेएसु । अवरोप्परसत्थेणं, विणासिया ते वि खामेमि ॥७॥ बेइंदियतेइंदिय-चउरिदिमाइणेगनाईसु । जे भक्खिय दुक्खविया, ते वि य तिविहेण खामेमि ॥८॥
હા! હા! ખેદની વાત છે કે તે વેળા મેહમૂઢ બનેલો હું બીજાનાં દુઃખને સમજી શકે નહિ એથી માત્ર કુતૂહલની ખાતર મેં તે અનાથ બિચારા નારકીઓને કરવતથી કાપ્યા, ઘનથી માર્યા વિગેરે અનેકવિધ દુખે દીધાં. (૫)
હું નરકમાં ઉપ ત્યારે કલકલીભાવ-દુઃખની અકળામણને વશ થઈને મેં ત્યાં નારકીઓને જે કંઈ પણ જાતનું દુઃખ દીધું હોય, તે સર્વ (મારા દુષ્ટ વર્તનને અને તે તે) જેને ત્રિવિધે-મન-વચન-કાયાથી ખમાવું છું. (૬)
જ્યારે હું (તિર્યચપણે)-ખારી-મીઠી' વિગેરે વર્ણગન્ધ–સ-સ્પર્શાદિ ભેટવાળા પૃથ્વીકાયાદિમાં ઉપજે, ત્યારે જેમકે-ખારા પાણીમાં ઉપજે ત્યારે મીઠા પાણીના ને, ઉષ્ણ પાણીમાં ઉપજીને શીત પાણીના છને, કાળી માટીમાં ઉપજ્યો ત્યારે લાલ માટીના જીને, ઇત્યાદિ પરસ્પર શસ્ત્ર રૂપે જે જે જીને નાશ કર્યો તેને પણ ખમાવું છું. (૭)