________________
૨૬૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ पंचिंदिपरा चोरा, मणजुवरन्नो मिलित्तु पावस्स । निअनिअअत्थनिरत्ता, मूलट्ठं तुज्झ लुपंति ॥२७॥ हणिओ विवेगमंती, भिन्नं चउरंगधम्मचक्कं पि। । मुट्ठ नाणाइधणं, तुमं पि छूढो कुगइवे ॥२८॥ इत्तिअकालं हुतो, पमायनिहाइगलियचेअन्नो। जइ जग्गिओ सि संपइ, गुरुवयणा ता (किं) न वेएसि
| ૨II હે આત્મન્ ! પોતપોતાના સ્વાર્થમાં (વિષયમાં) આસક્ત એવા પાંચ ઈન્દ્રિરૂપી મહાન ચેરે હારા પાપી મનરૂપી યુવરાજની સાથે મળી જઈને (જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ) હારા મૂળ અર્થને અર્થાત્ તારા આત્મગુણરૂપ મૂળ ધનને લૂંટી રહ્યા છે. (૨૭)
તેઓએ (ઈન્દ્રિએએ) હારા વિવેકરૂપી મન્ત્રીને હણ નાખે, હારા ચતુરંગ (મનુષ્ય જન્મ, ધર્મ શ્રવણ, શ્રદ્ધા અને સંયમ વીર્યરૂ૫) ધર્મ ચક્રને પણ ભેદી નાખ્યું, હારા જ્ઞાનાદિ ધનને ચોરી લીધું અને હવે સમજી લે કે તને પણ દુર્ગતિરૂપી કુવામાં નાખ્યો જ. (અર્થાત્ જલ્દી નહિ ચેતે તે નિશ્ચ દુર્ગતિમાં પડીશ.) (૨૮)
આટલા કાળ સુધી તું પ્રમાદરૂપ નિદ્રાએ કરી ગલિત ચેતનાવાળે (જડ-અજ્ઞાન) હતું, પરંતુ હવે જે તું સદગુરૂનાં વચનેથી જાગે છે, તે પણ તારું સ્વરૂપ તું કેમ જેતે વિચારતે) નથી? (૨૯) તારૂં સ્વરૂપ સાંભળ