________________
કુલકસંગ્રહ
૨૩૩ केइ कम्ममुक्का, सिद्धा सिझंति सिज्झिहिंति तहा । सव्वेसिं तेसि बलं, विसालसीलस्स हु ललिअं (माहप्पं)
(અર્થાત શીયળવંતની સામે તે ઉપદ્રવ ટકી શકતા નથી.) (૧૯)
જે કોઈ મહાશયે સર્વ કર્મથી મુક્ત થઈને સિદ્ધિ પદને પામ્યા છે. વર્તમાનમાં સિદ્ધિપદને પામે છે અને ભવિષ્યકાળમાં પણ સિદ્ધિપદને પામશે, તે સઘળાને આ પવિત્ર શીલને જ પ્રભાવ જાણ. (ઉત્તમ શીલથી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થવાથી અવશ્ય સિદ્ધિ થાય જ છે, શીલનું ચારિત્રનું આવું ઉત્તમ માહામ્ય શાસ્ત્રકારોએ જણાવેલું છે, તે ધ્યાનમાં લઈ ભવ્યજનોએ નિર્મળ શીલરત્નનું પાલન કરવા હંમેશાં ઉદ્યમી રહેવું ઉચિત છે.) (૨૦)