________________
૧૬૨
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
सुरवइसम विभूई, जं पत्तो भरहचकवट्टी वि । माणुसलोगस्स पहू, तं जाण हिओवएसेण ॥४५२॥ लभ्रूण तं सुइसुहं, जिणवयणुवएसममयबिंदुसमं । अप्पहियं कायव्वं, अहिएसु मणं न दायव्वं ॥४५३॥ हियमप्पणो करितो, कस्स न होइ गरुओ गुरू गणो ?। अहियं समायरंतो, कस्स न विप्पच्चओ होइ ? ॥४५४॥ जो नियमसीलतवसंजमेहिं, जुत्तो करेइ अपहियं । सो देवयं व पुज्जो, सीसे सिद्धत्थओ व्व जणे ॥४५५॥
વળી મનુષ્યલોકને (છ ખંડ ભારતને) સ્વામી ભરતચકી પણ જે ઈન્દ્રસમાન વિભૂતિ (ઋદ્ધિ)ને પામે તે પૂર્વભવે ભગવંતના હિતેપદેશને આચરવાનું ફળ સમજવું. (૪૫૨)
(માટે વિવેકીએ) શ્રવણને સુખકારી અમૃતબિન્દુસમાન શ્રીજિનવચનરૂપ ઉપદેશને પામીને આત્મહિત જ કરવું જોઈએ, અહિતકારી હિંસાદિ પાપોનો વિચાર પણ કરે નહિ. પછી તેવું બેલવાની કે આચરવાની તે વાત જ કેમ કરાય? (૪૫૩)
જિનપદેશથી આત્મહિત કરનારે જગતમાં કેને માનનીય અને સર્વ કાર્યોમાં સલાહ લેવા યોગ્ય ન થાય ? તેમ અહિત (હિંસાદિ) કરનારે કેને અવિશ્વસનીય ન થાય? (૪૫૪)
(હવે કોઈ માને કે ગ્ય આત્માઓ ભલે તેમ કરે, અમે ભગવંતના ઉપદેશને માટે યોગ્ય નથી, તેને કહે છે કે