SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સ્વાધ્યા૦ ગ્રન્થસહ भावे हट्टगिलाणं, नवि याणइ गाढऽगाढकप्पं च । सहुअसहुपुरिसरूवं, वत्थुमवत्थु च नवि जाणे ॥४०३॥ पडिसेवणा चउद्धा, आउटिपमायदप्पकप्पेसु । न वि जाणइ अग्गीओ, पच्छित्तं चेव जं तत्थ ॥४०४॥ યથાસ્થિત સંયમમાં ઉપકારક-અપકારક ક્ષેત્રને પણ સમજી શકતું નથી, તેમજ વિહારાદિ પ્રસંગે માર્ગમાં કે ગામ-શહેર વિગેરે મનુષ્યવાળા સ્થાનમાં કર્તવ્ય અકર્તવ્ય શ્રીજિનઆગમમાં જે કહ્યું છે તે પણ સમજાતું નથી. તેમ કાળની અપેક્ષાએ સુકાળ-દુષ્કાળ પ્રસંગે કરણીય અકરણયને પણ સમજાતું નથી. (૪૦૨) ભાવની અપેક્ષાએ-નિગી-રોગીને સમજી શકતે નથી તથા ગાઢ–અગાઢ (વિશેષસામાન્ય) કારણે કરવા યોગ્ય ઉચિત અનુચિતને પણ સમજાતું નથી. પુરૂષની અપેક્ષાએ-સહિષ્ણુ કે અસહિષ્ણુ સાધુને યા આચાર્યાદિક મહાનને કે સામાન્ય સાધુને (ગ્ય કરવા–નહિ કરવા રોગ્ય કર્તવ્યને) અગીતાર્થ સમજી શકતું નથી. (૪૦૩) પ્રતિસેવના એટલે નિષિદ્ધ કાર્ય ૧. આકુટ્ટી (ઈરાદાપૂર્વક)થી ૨. પ્રમાદ (વિષયવાસનાદિ)થી, ૩. દર્પ (અભિમાન હઠ વિગેરે) થી અને ૪. કલ્પ (કારણે કરવાનું કહેલું હેવા) થી, એમ ચાર પ્રકારે થાય છે, તે કેણે કેવા કારણે કર્યું છે તેને અગીતાર્થ સમજી શકતું નથી, તેથી જેને જેવું જેટલું પ્રાયશ્ચિત્ત ઘટે તેટલું તે પણ સમજી શકતો નથી. (૪૦૪)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy