________________
ઉપદેશમાળા
लोएऽवि कुसंसग्गी-पियं जणं दुनियच्छमइवसणं । निंदइ निरुज्जमं पिय-कुसीलजणमेव साहुजणो ॥२२५॥ निच्चं संकियभीओ, गम्मो सव्वस्स खलियचारित्तो । साहुजणस्स अमओ, मओऽवि पुण दुग्गइं जाइ ॥२२६॥ गिरिसुयपुप्फसुआणं, सुविहिय ! आहरणकारणविहिन्नू । वज्जेज्ज सीलविगले, उज्जुयसीले हविज्ज जई ॥२२७॥
લાકે પણ જેને હલકી સોબત પ્રિય હોય, ભાંડ જેવો હલક (કે ઉભટ) વેશ પહેરતો હોય, જુગારાદિનો વ્યસની હોય, પોતાની આરાધનામાં (કર્તવ્યોમાં) પ્રમાદી હેય અને દુર્જને જેને પ્રિય હોય તેવાને નિંદે છે, તેમ સાધુ પુરૂષે પણ તેને નિંદે છે. (૧૫)
કુસંગથી જેનું ચારિત્ર આલાવાળું છે તે હંમેશાં બીજે વાત કરે તે પણ મારી વાત કરતો હશે” વિગેરે શંકાવાળો તથા નિર્દોષથી પણ ભય પામતો રહે, સર્વથી (સામાન્ય મનુષ્યોથી પણ) પરાભવ (અપમાન) પામે, સાધુ પુરૂષોને આદર ન પામે અને મર્યા પછી દુર્ગતિને પામે. (૨૬)
હે સુવિહિત સાધુ! ગિરિશુક અને પુષ્પશુકના પરસ્પર વિરૂદ્ધ ચરિત્રનું (સત્સંગ અને કુસંગ રૂ૫) કારણ સમજતે તું સદાચાર રહિત (પાર્શ્વ સ્થાદિ) ની સંગતિને તજી દે અને સ્વયં સદાચરણમાં ઉદ્યમી બન. (૨૨૭)