________________
૬૭
ઉપદેશમાળા
सव्वंगोवंगविगत्तणाओ, जगडणविहेडणाओ अ । कासी अ रज्जतिसिओ, पुत्ताण पिया कणयकेऊ ॥१४६॥ विसयसुहरागवसओ, घोरो भाया वि भायरं हणइ । आहाविओ वहत्थं, जह बाहुबलिस्स भरहवई ॥१४७॥ भज्जा वि इंदियविगार-दोसनडिया करेइ पइपावं । जह सो पएसिराया, सूरियकताइ तह वहिओ ॥१४८॥
તેમ માતા પણ પોતાની બુદ્ધિથી નક્કી કરેલું તેનું કાર્ય (પ્રજન) સિદ્ધ ન થાય તે પુત્રને પણ આપત્તિમાં મૂકે છે. (૧૫)
રાજ્યની તૃષ્ણવાળ કનકકેતુ રાજાએ “આ પુત્રો મોટા થશે તે મારું રાજ્ય લઈ લેશે, એમ કલ્પીને પિતા છતાં પિતાના પુત્રોના સર્વ અંગે પાંગ કાપ્યાં-કપાવ્યાં અને અનેક પ્રકારની કદર્થનાઓ તથા પીડાઓ કરી-કરાવી. (અર્થાત્ પિતા પણ પુત્રોને દુઃખ દે છે.) (૧૪૬)
જેમ ભરતચકી બાહુબલીને મારી નાખવા તૈયાર થયા તેમ વિષયસુખના રાગને વશ પડેલો કૂર ભાઈ પણ ભાઈને હણે છે. (૧૪૭)
જેમ સૂર્ય (ર) કાન્તા રાણીએ પિતાના પતિ પ્રદેશી રાજાને ઝેર આપીને મારી નાખે તેમ ઈન્દ્રિયોના વિકારરૂપ દેષને વશ થએલી (વિષયાન્હ બનેલી) ભાર્યા પણ પતિનું પાપ કરે છે, પતિને મારી નાખે છે. (૧૪૮)