________________
નિવેદન–
સ્વર્ગીય સાધુચરિત પૂજ્યપાદ સકલારામરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના પુણ્યઅભિધાનથી સંકળાયેલ “આચાર્યદેવ શ્રી વિજયેદાનસૂરિ-ગ્રન્થમાલા' આજે એક નૂતન ગ્રન્થને પ્રકાશિત કરે છે. અત્યાર અગાઉ આ ગ્રન્થમાલાએ નાનાં-મોટાં લગભગ ઓગણીસ ગ્રન્થરો, વિદ્વાન જનસમાજની સમક્ષ રજૂ કર્યા છે.
પ્રસ્તુત ગ્રન્થ, ગ્રન્થમાલાના વીસમા ગ્રન્થ તરિકે આજે પ્રસિદ્ધિને પામે છે. એ રીતિએ આ ગ્રન્થમાલા ધીરે ધીરે પણ મક્કમ પગલે પોતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે. કેવલ કૃતજ્ઞાનની ભક્તિના માર્ગે શક્તિ અને સાધનની અનુકૂળતા મૂજબ પ્રયાણ કરવાને ગ્રન્થમાલા ઈચ્છે છે. '
પ્રસ્થમાલા હમણું જ જન્મવા પામી છે. સાધન કે સામગ્રી સ્થાયીરૂપે ગ્રન્થમાલા પાસે નથી. છતાંયે પૂજનીય પરમગુરુદેવશ્રી અને તેઓશ્રીના શાસનપ્રભાવક શિષ્યસમુદાયના પુણ્યપ્રભાવે ગ્રન્થમાલાનું કાર્ય આગળ વધે છે.
ખંભાતનિવાસી મુલચંદ ડાહ્યાભાઈ દલાલે (મુંબઈ) પિતાનાં ધર્મપત્ની શ્રીમતી સમરતબેનના જ્ઞાનપંચમી તપની આરાધનાની