________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ન ૨૩. સ્થાવર જીવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તરઃ સ્થાવર જીવો પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે : (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય (૪) વાઉકાય અને (૫) વનસ્પતિકાય. પ્રશ્ન ૨૪. પૃથ્વીકાય સ્થાવર જીવો કોને કહેવાય છે ? ઉત્તરઃ પૃથ્વી પોતે શરીર છે જે જીવોનું તે પૃથ્વીકાય જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૫. અપકાય જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ પાણી પોતે શરીર છે જે જીવોનું તે અપકાય જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૬. તેઉકાય જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ અગ્નિ પોતે શરીર છે જે જીવોનું તે તેઉકાય જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૭. વાયુકાય જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ પવન પોતે શરીર છે જે જીવોનું તે વાયુકાય જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૮. વનસ્પતિકાય જીવો કોને કહેવાય છે? ઉત્તર વનસ્પતિકાય શરીર છે જે જીવોનું તે વનસ્પતિકાય જીવો કહેવાય છે. પ્રશ્ન ૨૯. સંસારી જીવોના ત્રાસ અને સ્થાવર એમ બે ભેદ કહ્યા. તે ક્રમ પ્રમાણે પહેલાં ત્રસ જીવોનું વર્ણન કરવું જોઈએ તો શા માટે સ્થાવર જીવોનું પ્રથમ વર્ણન કર્યું? ઉત્તર : સ્થાવર જીવોનું ઓછું કહેવાનું હોવાથી અને ત્રસ જીવોમાં ઘણું કહેવાનું હોવાથી પહેલા સ્થાવર જીવોનું વર્ણન કરાય છે.
અથવા સ્થાવર ભેદ એ જીવોનું મૂલ સ્થાન છે તે કારણથી પ્રથમ વર્ણન કરેલ છે.
પૃથ્વીકાય જીવોનું વર્ણન:ફલિત મણિરયણ વિદુમ, હિંગુલ હરિયાલ મણસિલ રસિંદા
કણગાઈ ધાઉ સેઢી, વણિણય-અરણેટ્ટય પલ્લેવા૩ .. ભાવાર્થ સ્ફટિક-મણિ-રત્ન-પરવાળાં-હિંગલોક હડતાળ- મણશીલ પારોસોનું વગેરે ધાતુની ખાણો ખડી-લાલ માટી-સફેદ માટી-પારેવો-પાષાણ III