________________
૭૯
જીવવિચાર
પ્રશ્ન ૪૬૪. સ્વકાય સ્થિતિ કોને કહેવાય છે ?
ઉત્તર ઃ જે જીવો જ્યાં ઉત્પન્ન થયાં હોય પાછા ફરીથી ત્યાંને ત્યાં અર્થાત્ તે રૂપે જે ઉત્પન્ન થયા કરવું તે કેટલા કાળ સુધી થયા કરે તેનું વર્ણન તે સ્વકાય સ્થિતિ કહેવાય છે.
પ્રશ્ન ૪૬૫. પૃથ્વીકાય જીવો મરીને પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થયા કરે તો વધારેમાં વધારે કેટલા કાળ સુધી થયા કરે ?
ઉત્તર : પૃથ્વીકાય જીવો મરીને પૃથ્વીકાયરૂપે વધારેમાં વધારે અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ સુધી ઉત્પન્ન થયા કરે છે.
પ્રશ્ન ૪૬૬. અપકાય જીવો મરીને અપકાય રૂપે કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરે ?
ઉત્તર ઃ અપકાય જીવો મરીને અપકાય રૂપે વધારેમાં વધારે અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી સુધી ઉત્પન્ન થયા કરે છે.
પ્રશ્ન ૪૬૭. તેઉકાય-વાઉકાય અને પ્રત્યેક વનસ્પતિકાય જીવો તેઉકાય, વાઉકાય તથા પ્રત્યેક વનસ્પતિકાય રૂપે કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરે ? ઉત્તર : તેઉકાય-વાઉકાય, પ્રત્યેક વનસ્પતિકાય જીવોતેઉકાય-વાઉકાય પ્રત્યેકવનસ્પતિકાય રૂપે અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અસંખ્યાતી અવસર્પિણી સુધી ઉત્પન્ન થયા કરે.
પ્રશ્ન ૪૬૮. સાધારણ વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય રૂપે ઉત્પન્ન થયા કરે તો કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરે ?
ઉત્તર ઃ સાધારણ વનસ્પતિકાય જીવો સાધારણ વનસ્પતિકાય રૂપે અનંતી ઉત્સર્પિણી તથા અનંતી અવસર્પિણી સુધી ઉત્પન્ન થયા કરે છે.
સંખિજ્જ સમા વિગલા સત્તટઠભવા પણિંદિ તિરિ મણુઆ । ઉવવજ્યંતિ સકાયે નારયદેવાય નો ચેવ ॥ ૪૧ ॥
ભાવાર્થ: વિકલેન્દ્રિય જીવોની સ્વકાય સ્થિતિ સંખ્યાતા ભવો પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોની સ્વકાય સ્થિતિ સાત અથવા આઠ ભવો હોય છે. નારકી તથા દેવતાઓની સ્વકાય સ્થિતિ હોતી નથી.