________________
પ્રશ્નોત્તરી
પદાથોને પ્રકાશિત કરે છે. તેમ ભગવાન કેવલજ્ઞાન રૂપી દિપક થીજગતમાં રહેલાં સઘળાં પદાર્થોનો પ્રકાશ કરનારા છે. પ્રશ્ન ૮. વીર કોને કહેવાય? ઉત્તરઃ સઘળા કમૉનો નાશ કરનારા તથા તારૂપી તેજથી દેદીપ્યમાન એ વીર કહેવાય છે. પ્રશ્ન ૯. એવા શ્રમણ ભગવાન વીરને નમસ્કાર કરીને શું શું કહીશ? ઉત્તરઃ જીવના સ્વરૂપને કાંઈક કહીશ. પ્રશ્ન ૧૦. કોને માટે કહીશ? ઉત્તરઃ અજ્ઞાની જીવોના બોઘને(જ્ઞાનને)માટે કહીશ. પ્રશ્ન ૧૧. અજ્ઞાની કોને કહેવાય? ઉત્તર: જે જીવોએ જગતમાં રહેલાજીવોના ભેદોતથાસજીવાદિતત્વોનાં ભેદોને જેણે જાણ્યા નથી તે બઘા અજ્ઞાની કહેવાય છે. પ્રશ્ન ૧૨. કેવી રીતે કહીશ? ઉત્તર : પૂવૉચાયોએ જે રીતે જીવોનું વર્ણન કરેલું છે. તે રીતે કહીશ.મારીમતિ કલ્પનાથી નહીં.
જીવામૃતા સંસારિણો ય તસ થાવરાયે સંસારી
પુઢવી જલ જલણ વાઉ વણસઈ થાવરાનેયા. ૨ ભાવાર્થ જીવો બે પ્રકારે છેઃ (૧) સંસારી જીવો (૨) મુકતિના જીવો સંસારી જીવો બે પકારે છે. (૧) ત્રસ (૨) સ્થાવર પૃથ્વી-પાણી- અગ્નિ-વાયુ તથા વનસ્પતિકાય જીવો સ્થાવર જાણવા.રા. પ્રશ્ન ૧૩. જીવ કોને કહેવાય ? ઉત્તરઃ જે પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય છે. પ્રશ્ન ૧૪. પ્રાણો કેટલા પ્રકારના છે? ઉત્તરઃ પ્રાણો બે પ્રકારના છે: (૧) દ્રવ્ય પ્રાણ (૨) ભાવ પ્રાણ પ્રશ્ન ૧૫. દ્રવ્ય પ્રાણ કોને કહેવાય છે ? ઉત્તર : આયુષ્ય વિગેરે કર્મના ઉદયથી ધારણ કરી જીવ આવ્યો હતો, જીવે