________________
પ૭
લધુસંગ્રહણી
પ્રશ્ન ૪૦૦. આછા કોને કહેવાય? ઉત્તરઃ કોઈપણ ક્ષેત્રની પૂર્વથી પશ્ચિમ સુધીની ઉત્કૃષ્ટ લંબાઈ તે. પ્રશ્ન ૪૦૧. ઇષ કે શર કોને કહેવાય? ઉત્તરઃ જીલ્કાના મધ્યભાગથી સમુદ્ર સુધીનો વિખંભ જે આવે તે. પ્રશ્ન ૪૦૨. ધનુપૃષ્ટ કોને કહેવાય? ઉત્તર : જીવ્હાના પૂર્વ અને પશ્ચિમ છેડારૂપ સીમા વડે જે સમુદ્ર સુધી પહોંચતા પરિધિ થાય તે. પ્રશ્ન ૪૦૩. બાહા કોને કહેવાય? ઉત્તર પૂર્વધનુપૃષ્ટ કરતાં આગલા (ઉત્તર) ધનુપૃષ્ટમાં વાંકાહાથની જેવો અધિક ખંડ હોય તે બાહા કહેવાય. પ્રશ્ન ૪૦૪. ક્ષેત્રફળ કોને કહેવાય? ઉત્તરઃ ગણીતપદ = લંબાઈ પહોળાઈ તે. પ્રશ્ન ૪૦૫. ઘનક્ષેત્રફળ કોને કહેવાય? ઉત્તર: લંબાઈ-પહોળાઈ અને ઉંચાઈ સરખી હોય તે. પ્રશ્ન ૪૦૬ આયામ વિખંભ કોને કહેવાય? ઉત્તરઃ પૂર્વ-પશ્ચિમ લંબાઈ કાઢવી તે. પ્રશ્ન ૪૦૭. જીવ્હાની રાશી શી રીતે પ્રાપ્ત થાય? ઉત્તરઃ વિખંભની પહોળાઈમાંથી ઈષ બાદ કરી ચાર ગુણા કરી ઈષએ ગુણીએ તો જીવ્હાની રાશી થાય છે. પ્રશ્ન ૪૦૮. જીલ્ડા કઈ રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તર:વિખંભની પહોળાઈમાંથી ઈષબાદકરીચારગુણાકરી ઈષએ ગુણી પછી તેનું વર્ગમૂળ કાઢતાં જે આવે તે જીવ્હાની લંબાઈ કહેવાય છે. પ્રશ્ન ૪૦૯. ઘનુપૃષ્ટ કઈ રીતે થાય? ઉત્તર ઃ ઈષની સંખ્યાનો વર્ગ કરી છે એ ગુણી જીવ્હાની રાશી મેળવી પછી વર્ગમૂળ કાઢતાં જે આવે તે ઘનુપૃષ્ટ કહેવાય છે. પ્રશ્ન ૪૧૦. અભ્યાસ અથવા રાશી અભ્યાસ કોને કહેવાય?