________________
પ્રશ્નોતરી
પ૬
+ ૧૬ વક્ષસ્કાર પર્વત +૪ ગજદંતગિરિ + ૨૦૦કંચનગિરિ + ર યમક ચમક ર ચિત્ર વિચિત્ર + ૪ વૃત્ત વૈતાઢય + ૨ દીર્ધ વૈતાઢય + ૩ર દીર્ધ વૈતાઢય + ૧ મેરૂ પર્વત = ર૬૯. પ્રશ્ન ૩૯૧. જંબૂદ્વીપમાં કુલ ચૈત્યાં કેટલા હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ જંબૂદ્વીપમાં કુલ ૬૩૫ચૈત્યો હોય છે તે આ પ્રમાણે - ર૬૯પર્વતના ૬૯ + શાલ્મલીકૂટનાં ૮+ બૂકૂટના ૮+ ભદ્રશાલવનના+નંદનવનમાં ૪+ સોમનસવનમાં ૪+ પાંડુકવનમાં ૪ + શાલ્મલીવૃક્ષ ઉપર ૧ + બૂવૃક્ષ ઉપર ૧ + દેવકુરૂમાં ૧ + ઉત્તરકુરૂમાં ૧ + દિગ્ગજ ઉપર ૮ + ૧૬ દ્રહનાં ૧૬ + પ્રપાતકુંડના ૯૦+જંબૂ શલ્મ વૃક્ષના પહેલા વલયનાં (૧૦૮ + ૧૦૮) ૨૧૬ =૬૩પ થાય છે. પ્રશ્ન ૩૯૨, જંબૂદ્વીપમાં કેટલી દેવીઓનાં આવાસો હોય છે કઈ કઈ ? ઉત્તર : જંબૂદ્વીપમાં ૬ દેવીનાં આવાસો છે. (૧) શ્રીદેવી (૨) લક્ષ્મીદેવી (૩) હીદેવી (૪) બુદ્ધિદેવી (૫)ઘીદેવી (૬) કીર્તિદેવી. પ્રશ્ન ૩૯૩. વિખંભ કોને કહેવાય? ઉત્તર ઃ વિખંભ = વ્યાસ અથવા વિસ્તારનું જે માપ થાય તે. પ્રશ્ન ૩૯૪. પરિધિ કોને કહેવાય? ઉત્તરઃ ગોળ વસ્તુની કિનારનો ઘેરાવો તે. પ્રશ્ન ૩૯૫. ભાજ્ય કોને કહેવાય? ઉત્તર : જે સંખ્યાના ભાગ કરવા હોય તે સંખ્યા. પ્રશ્ન ૩૯૬. ભાગાકાર કોને કહેવાય? . ઉત્તર : પડેલા ભાગને જણાવનારી સંખ્યા તે. પ્રશ્ન ૩૯૭. ભાસ્ક કોને કહેવાય? ઉત્તર: ભાગ પાડનારી સંખ્યા જે હોય તે. પ્રશ્ન ૩૯૮. શેષ સંખ્યા કોને કહેવાય? ઉત્તરઃ ભાગ પાડતાં છેવટની બાકી રહેલી સંખ્યા હોય તે. પ્રશ્ન ૩૯૯. વર્ગ કોને કહેવાય? ઉત્તર કોઈપણ સંખ્યાને તે જ સંખ્યાએ ગુણવાથી જે સંખ્યા આવે તે વર્ગ.