________________
-૪૧
લધુસંગ્રહણી
અવસર્પિણીના છ આરાઓનું વર્ણન પ્રશ્ન ૨૯૮. સુષમા સુષમા નામનો પહેલો આરો કેટલા કાળનો હોય છે? તેમાં ઉત્પન્ન થયેલા જીવોનાં ભાવો કેવા હોય છે? ઉત્તરઃ સુષમા સુષમા નામનો પહેલો આરો ૪ કોટાકોટી સાગરોપમ કાળનો હોય છે. તેમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનું આયુષ્ય ૩ પલ્યોપમ, અવગાહના ૩ ગાઉ વગેરે દેવકુફ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ મનુષ્યની જેમ જાણવું. પ્રશ્ન ર૯૯. પહેલા આરાના છેડે ભાવ કેવા હોય છે? ઉત્તરઃ પહેલા આરાના છેડે ઉત્પન્ન થયેલા મનુષ્યોનાં ભાવો ઉતરતાં ક્રમ પ્રમાણે હોય. ત્યાંના ધાન્યાદીનાં, ફળો વગેરેનાં રસકસાદી પણ ઉતરતાં ભાવવાળા હોય છે. પ્રશ્ન ૩૦૦. બીજા આરાનું કાળ માપ કેટલું છે? તથા તેના ભાવો કેવા પ્રકારના હોય છે? ઉત્તરઃબીજો આરસુષમાનામનો છે. આ આરાનું માપ૩ કોટાકોટીસાગરોપમ છે. આ ક્ષેત્રના ભાવો યુગલિક ક્ષેત્ર રૂપે હરિવર્ષ ક્ષેત્રની જેમ હોય છે. પ્રશ્ન ૩૦૧. બીજા આરાના છેડે ભાવો કેવા પ્રકારના બને? શાથી? ઉત્તર : બીજા આરાના ભાવોમાં ક્રમસર કાળ પસાર થતાં ભાવો ઘટતાં ઘટતાં છેલ્લે ત્રીજા આરાના ભાવો જેવાભાવો બને છે. આ બનવાનું કારણ અવસર્પિણી કાળ ચાલતો હોવાથી થાય છે. પ્રશ્ન ૩૦૨.ત્રીજા આરાનું નામ શું છે? માપશું? અને તેના ભાવો ક્યા પ્રકારના હોય છે? ઉત્તર:ત્રીજો આરોસુષમાદષમાનામનો કહેવાય છે. બે કોટાકોટીસાગરોપમના માપવાળો ગણાય છે. આ ક્ષેત્રમાં યુગલિકક્ષેત્ર જેવા ભાવ હોય છે, તે હિમવંતક્ષેત્રની જેમ જાણવુ. પ્રશ્ન ૩૦૩. ત્રીજા આરાના છેડે ક્યા ભાવો હોય છે? ઉત્તરઃ ત્રીજા આરાના ઉતરતા કાળમાં ક્રમે ક્રમે હીનભાવવાળાં રસકસાદી થતાં છેલ્લે ચોથા આરાના ભાવો જેવા ભાવો બને છે.