________________
લઘુસંગ્રહણી -
ગજદંતગિરિના આંતરામાં સીધી લાઈને નિષધ પર્વતની પાસે જીવાદોરીનું પ૩૦૦૦યોજન હોય છે, અને બરાબર મધ્યમાં ઉત્તર દક્ષિણ ૧૧૫૯૨ યોજના ૨/૧૯ ભાગ યોજન હોય છે. પ્રશ્ન ૮૫. આ ક્ષેત્ર બાદ ગજદંતગિરિ પછી શું આવેલ છે? કેટલા યોજન સુધી હોય? ત્યારબાદ શું હોય? મેરૂ કેટલો છેટો હોય? ઉત્તરઃ આ ક્ષેત્ર અને ગજદંતગિરિ પછી ૨૫૦યોજને ભદ્રશાલવન આવેલું છે (ઉત્તર દક્ષિણ) તેના પછી મેરૂ પર્વત છે. ભદ્રશાલવન ભેગું ગણતાં મેરૂ પર્વત ૧૧૮૪૨ યોજન ૨/૧૯ ભાગ હોય છે. પ્રશ્ન ૮૬. આ ક્ષેત્રના મધ્યમાં નિષધ પર્વત પર શું આવેલ છે? ઉત્તરઃ આ ક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ મધ્યમાં નિષધ પર્વત ઉપર મધ્યમાં તિગિચ્છાદ્રહ આવેલ છે. પ્રશ્ન ૮૭. આ દ્રહમાંથી કઈ નદી કઈ દિશા તરફ નીકળે છે? તે કેટલા વિસ્તારવાળી હોય છે? ઉત્તરઃ આ તિગિચ્છાદ્રહના મધ્યમાંથી ઉત્તર તરફ (મેરૂ તરફ) સીતોદા નામની નદી નીકળે છે, તે ૫૦ યોજનાના વિસ્તારવાળી હોય છે. પ્રશ્ન ૮૮. સીતાદા નદી ક્યાં અને કઈ તરફ વહેતી હોય છે? ઉત્તર સીતોદા નદીદેવકુરૂની મધ્યમાં વહેતી તેમેરૂપાસે પશ્ચિમ તરફ વળે છે, અને પશ્ચિમ-ઉત્તર મેરૂ પાસે વહેતી મેરૂની પશ્ચિમ સુધી વહે છે. પ્રશ્ન ૮૯. સીતાદા નદી મેરૂ પર્વતથી કેટલી દૂર રહેતી વહે છે? ઉત્તરઃ સીતોદા નદી મેરૂ પર્વતથી પ્રાયઃ ૨૫૦ યોજ દૂર રહેતી વહે છે. પ્રશ્ન ૯૦.મેરૂથી પશ્ચિમ તરફ વહેતા કેટલા વિસ્તારવાળી હોય છે? અને છેવટે કેવાં ભેગી થાય છે? ઉત્તરઃ મેરૂપર્વતથી પશ્ચિમ તરફ જસીધી વહેતી ૫૦૦યોજનનાં વિસ્તારવાળી થઈને આ સાતોદા નદી લવણ સમુદ્રમાં ભેગી થાય છે. પ્રશ્ન-૯૧. આ ક્ષેત્રમાં ક્યા પર્વતથી કઈ તરફ કેટલા યોજને કઈ નદીના કિનારે
શું આવેલ છે?
ઉત્તરઃ આ ક્ષેત્રમાં નિષધ પર્વતથી મેરૂતરફ ૮૩૪યોજન ૧૧ ૧/૭ કલા પછી.