________________
૭૪
પ્રશ્નોત્તરી
વેદના કષાય અને મરણ ત્રણ સમુદ્ધાત. નિયમા એક સમ્યગ દ્રષ્ટિ હોય છે. ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન હોય છે. એક પણ અજ્ઞાન હોતું નથી. વૈક્રિય-દ્વિક-કાર્મણ ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ હોય છે. સાકાર અને નિરાકાર એમ બે ઉપયોગ હોય છે. એક સમયમાં એક બે યાવત્ સંખ્યાતા ચ્યવે છે. એક સમયમાં એક બે યાવત્ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. ૩૩ સાગરોપમની સ્થિતિ હોય છે. છ પર્યાપ્તિઓ, છ દિશિનો, આહાર, દીર્ધકાલિકી દ્રષ્ટિવાદોપદેશિકી બે સંજ્ઞા મરીને નિયમા મનુષ્યમાં જાય છે. મનુષ્યો જ મરીને ત્યાં ઉત્પન્ન થાય છે. એક પુરૂષ વેદ જ નિયમા હોય છે.
પ્રશ્ન ૪૯૦. પંદર પરમાધામી દેવોના ૨૪ દ્વારો સમજાવો.
ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ ત્રણ શરીર, સાત હાથની અવગાહના, સંઘયણ ન હોય, ચાર સંજ્ઞાઓ, પહેલું સંસ્થાન, ચાર કષાય, પહેલી ચાર લેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના-કષાય-મરણ તૈજસ અને વૈક્રિય એ પાંચ સમુદ્ધાત, દ્રષ્ટિમાં સામાન્ય રીતે મિથ્યા દ્રષ્ટિહોય એમ લાગેછે. બાકીવિશેષવિચાર કરતાંસમકિત પામે તો તે અપેક્ષા એ ત્રણેય દ્રષ્ટિ ઘટી શકે. આ વાત વિચારવા યોગ્ય છે. ત્રણ દર્શન, ત્રણ શઆન જો સમકીતી હોય તો ત્રણ જ્ઞાન પણ હોય. વૈક્રિય-દ્વિકકાર્મણ ચાર મનના, ચાર વચનના એમ ૧૧ યોગ. સાકાર-નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં સંખ્યાતા અસંખ્યાતા વે છે. તથા ઉત્પન્ન થાય છે. છપર્યાપ્તિ, છ દિશિનો આહાર દીર્ધકાલિકી તથા દ્રષ્ટિ વાદોપદેશિકી બે સંજ્ઞા, નિયમા અંડગોલિક રૂપે થાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ઉત્પન્ન થાય છે. પુરૂષ તથા સ્ત્રી એમ બે વેદ હોય છે.
પ્રશ્ન ૪૯૧. પહેલા કીલ્બીષીયા દેવોના ૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : વૈક્રિય-તૈજસ-કાર્મણ ત્રણ શરીર, અવગાહના સાત હાથની, સંઘયણ, હોય નહીં. ચાર સંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કષાય, તેજો લેશ્યા, પાંચ ઇન્દ્રિયો, વેદના-કષાય-મરણ-વૈક્રિય-તૈજસ પાંચ સમુધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, સાકાર-નિરાકાર ઉપયોગ વૈક્રિય-દ્વિક-કાર્મણ ચાર મનનાં, ચાર વચનનાં એમ ૧૧ યોગ. એક સમયમાં એક બે સંખ્યાતા અસંખ્યાતા ચ્યવે છે. એક સમયમાં એક બે સંખ્યાશા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એક સાગરોપમ,