________________
૯૮
પ્રશ્ન પપ૭. કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પેદા કરવાનો માર્ગ કોણે બતાવ્યો છે? ઉત્તર કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પેદા કરવાનો માર્ગ તીર્થકર ભગવંતોએ અને ગણઘર ભગવંતોએ બતાવ્યો છે.
એસો જીવ વિચારો સંખેવરૂઈ જાણવા છે
સંપિત્તો ઉદ્ધરિઓ રૂાઓ સુય સમુલાઓ પ૧ ભાવાર્થ એ પ્રમાણે જાણવાના હેતુથી જીવવિચાર પ્રકરણ ધૃતરૂપી સમુદ્રોમાંથી ઉદ્ધાર કરીને સંક્ષેપથી કહેલો છે. જે ૫૧ પ્રશ૫૫૮, આ જીવોનો વિચાર ક્યાંથી કહેલો છે? ઉત્તરઃ આજીવોનોવિચારમોટાં શ્રુતરૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરીને મહાપુરુષોએ સંક્ષેપમાં સાર કહેલો છે. ધૃતરૂપી મહાસાગરમાંથી સંક્ષેપ સારરૂપી બિંદુને મહાપુરૂષોએ ઓછી બુદ્ધિવાળા જીવોનાં ઉપકારને માટે આ ગ્રંથની રચના કરેલ છે કે જે જાણીને જીવો પરંપરાએ વહેલામાં વહેલા પરમપદને પામે એ હેતુથી રચના કરેલ છે. ' ' પ્રશ્ન ૫૫૯. આ જીવ વિચાર જાણવાનું ફળ શું? ઉત્તરઃ આ જીવવિચાર જાણવાથી જગતમાં કેટલા પ્રકારનાં જીવો ક્યાં ક્યાં રહેલા છે તેનું જ્ઞાન થાય છે. અને જાણ્યા પછી થતી એવી હિંસાથી બચવાનો પ્રયત્નકરાય છે અને શક્ય એટલીદયા (જયણા) પાળી શકાય છે અને પરંપરાએ વહેલામાં વહેલા સિદ્ધપદને જીવો પામે છે.
આ રીતે જીવ-વિચાર પ્રકરણ સમાપ્ત થયું.