________________
આથી બતાવનારને પહેલાં અખતરાઓ કરવા પડે છે. તે ફળીભૂત થાય ત્યારે બતાવવાનું કરી શકે.
કિંમત કોની ? વસ્તુ કે મનુષ્યની ?
જૈન દર્શનના પરમેશ્વરને એ બતાવવાનો હક રહી શકે છે. બતાવનાર અનાદિ શબ્દ વાપરી શકે. એમણે એવું શું બતાવ્યું જેથી આટલો ઉપગાર માનીએ ? જંગલમાં તડકો પડે છે. પેટમાં વ્હાઈ ચાલે છે. મૂર્છા ખાધી ઝાડ નીચે પડ્યો. ત્યાં કોઈ એક લોટી પાણી ને કટકો રોટલો આપે તો ? ગામમાં એક પૈસે બેઠું મોંઘું ગણો તો લોટી પાણીની કિંમત કેટલી ? વસ્તુ એ તે ચીજની કિંમત નથી પણ જીવનની કિંમતે તપાસીએ તો લોટી પાણી એ જ આપણું જીવન. લોટી પાણી ન હતે તો ઉપર ગયા હોત.
આપણા જીવનની કિંમત જેટલી જ કિંમત લોટી પાણીની. આપણને સમ્યગ્દર્શનાદિ મલ્યા તે જિનેશ્વર મહારાજના વચનના પ્રતાપે છે. જેને સમ્યક્ત્વાદિની કે ભવભ્રમણની કિંમત નથી તેને જિનેશ્વરના વચનના કિંમત નથી. અહીં પણ મોક્ષની કિંમત છે. ભવથી બચવાને જે ઇચ્છા કરે તેને જિનેશ્વરની કિંમત છે. ભવથી બચવાનું શાથી ? જીવ અવિરતિથી કર્મ બાંધી રહ્યો છે. હવે એથી બચવું. જેને એની કિંમત હોય તેને જિનેશ્વરના શાસનની અને ધર્મની કિંમત છે. તો અવિરતિ કેમ રોકાય ? તે શાથી રોકાય ? પચ્ચક્ખાણથી રોકાય. તેના પ્રકાર કયા ? તે અધિકાર અગ્રે વર્તમાન.
હે વીતરાગ ! તમારી શ્રુતિઓ-આગમનાં વચનો શ્રદ્ધાથી ગમ્ય-જાણવા યોગ્ય છે અને વયવાદો બુદ્ધિમાત્ પુરુષોથી જાણી શકાય તેવા છે, પરંતુ તમારી મૂર્તિ તો બાળકને પણ સારી રીતે બોધ કરવારી છે.