________________
કર્મવાદમાં ઇચ્છા શક્તિમાં
કર્મને ઇશ્વર મુલતવી રાખી શકે છે તો જેના કર્મો મુલતવી ન રાખે તેના ઉપર ખફામરજી (નાખુશી) છે એમ માનવું પડે. જીવોનાં કર્મો મુલતવી ન રાખે તો ઇશ્વરના ઉપગારની ખામી છે. ઇશ્વર કર્મના ફળને મુલતવી રાખી શકે તેવો છે છતાં જગતના જીવોનાં કર્મોના ફળોને મુલતવી રાખતો નથી. કર્મમાં તાકાત નથી કે સ્વયં ઉદય આવી જાય. કર્મમાં ફળ દેવાની તાકાત નથી, ઇશ્વરની તાકાત હોય તો કર્મ ઉદયમાં લાવે.
જૈનો ઇશ્વરના કરેલા સર્ગ પ્રલયને માનતા નથી. વધઘટ થયા કરે, પણ સર્વથા મનુષ્યો, જાનવર વગેરે હતા જ નહીં અને ઉત્પન્ન થઈ ગયા- તેમ જૈનો માનતા નથી. જૈનો અને અન્ય દર્શનોની માન્યતા.
જૈનો સર્ગ પ્રલયનું તોફાન માનતા નથી. નવી બનાવી એટલે બનાવવાનું રહ્યું. સર્ગ પ્રલય ન માને તેને જૂનું માનવું પડે. તેથી જૈનોને બતાવવાનું માનવું પડે. બતાવવાનું નવેસરથી ખરું, પણ ઉત્પન્ન થવાનું નવેસરથી નહીં. તે ચાલ્યું આવે છે. તીર્થંકર મહારાજાના જન્મ પહેલાં તેમના પિતાઓ વડવાઓ જેટલી હિંસા કરે તેટલા પાપકર્મ થતાં જ હતા. વિરતિ કરી તેટલો લાભ થતો જ હતો. હીરો કાંકરો કાંટા પડેલા હોય તે દીવો બતાવી આપે છે. પણ બનાવતો નથી. તો એ બતાવવાનું કોણ માને ? જે પહેલાં હૈયાત માને તે. પુણ્ય પાપની હૈયાતી પહેલેથી હતી. પહેલાં પુન્ય પાપ ન હતું તેવું કહેનારાને પહેલાની હૈયાતી માનવાની હોય નહીં. બીજાઓ અનાદિ માને છે અને જૈનો પણ અનાદિ માને છે. આ બેમાં આટલો બધો ફરક છે. સૂર્યચંદ્રમસૌ ધાતા; યથાપૂર્વમન સ્ત્યમ્ (ઋગ્વેદ સંહિતા. ૧૦-૧૯૦-૩) પહેલા બનાવ્યા હતા તેવા સૂર્યચંદ્ર વિધાતાએ બનાવ્યા. પ્રલય સર્ગ માનનારે સૂર્યચંદ્ર બનાવ્યા માનવા પડે. જૈનો અનાદિ માને છે તે બતાવનાર તરીકે. બનાવવું અને નાશ કરવું ? આ કેવું ? જૈનો અનાદિ માન્યું તે રીતે તેમને અનાદિ માનવામાં અડચણ શી ? કાં તો ગુણવાન પૂજાય, કાં તો ગુણવાન થવાનો માર્ગ બતાવી પૂજાય, પણ ગુણવાન થવાનો માર્ગ બતાવનારે પ્રથમ તે માર્ગ લેવો પડે. પોતાને મોક્ષ માર્ગ લેવો નથી, લીધો નથી, સર્વજ્ઞતા વીતરાગતા મેળવી નથી. હવે બતાવનાર બન્ને શી રીતે ?
ઉપદેશ કોણ આપી શકે ?
પોતાનામાં ગુણનો દરિયો દાખલ કર્યો નથી, બીજાને ગુણ દેખાડ્યા નથી. તે ઉપદેશની લાઇન લઈ શકે નહીં ? દેવાળીયા પાસે કોઈ સલાહ લેવા જાય તો ? અગર લૂગડા વેચી દેવું આપનાર શી સલાહ આપે ? તારા લેણદારો તારા મુરબ્બી છે. હોય તેટલું
નિર્મળ ક
co