________________
જ્યાં સુધી દહાડો ન ઉગ્યો ખ્યાલ ન કરાવ્યો ત્યાં સુધી ઘોર અમાવસ્યાની રાત્રિ હતી. તો થાપ્યું એ કાળ અને થાપ્યા વગરનો કાળ એમાં ફરક માનવો પડશે. અનાદિથી કરમ બંધ થતા હતા તે જિનેશ્વરોએ બતાવ્યું. આથી શાસનવાળો કાળ તે દહાડો અને શાસન વગરનો કાળ તે રાત્રિ. શાસનના કામ બે છે : (૧) બંધાતુ પાપ અનાદિનું છે તે અને (૨) પાપના બંધને દેખાડી પાપનો બંધ રોકવો. દહાડો ઉગ્યો છે. દહાડે ડફણા દઈએ તો ગાંડા ગણાઈએ. દહાડે ખાડામાં પડ્યા તો વાગવા છતાં બેવકૂફ ગણાઇએ. આપણે અજ્ઞાની ગણાતા હતા પણ શાસન પામ્યા પછી બેવકૂફ ગણાઈએ તે અફસોસ કરવા લાયક.
ઉપદેશમાળાના સંદર્ભથી મનુષ્ય જન્મ અફસોસ કરવા લાયક કેમ ?
ઉપદેશમાલામાં પૂ. ધર્મદાસ ગણીજી કહે છે કે મુન્દ્રા નાગર્ કાળ સુન્ની નાળદ્ પાવનું આ જગતમાં તે લોક અફસોસ કરવા લાયક. કેટલીક જગો પર દંડ કરવા લાયક અસહકારની નીતિ જબરજસ્ત ગણાય છે. નાત બહાર મેલો- એટલે શું ? દંડ, સજા કે શિક્ષા ? દંડ કરતાં અસહકાર ભયંકર નીકળ્યો. એમ અહીં બીજા મનુષ્યને ઠપકો દેવો તે કરતાં મને અફસોસ થાય છે. ‘મૂર્ખા-બેવકૂફ છો' તે કહેવા કરતા તમારા કામથી મને અફસોસ થાય છે. આપણે અફસોસ કરવા લાયક છીએ. ભાવાર્થ કયો છે ? જગતમાં એ લોકો અફસોસ કરવા લાયક જે બિચારા મનુષ્ય ગતિમાં આવી જિનેશ્વરના વચનને જાણે નહીં- તે અફસોસ કરવા લાયક. આંધળો ન દેખે તે કરતાં દેખતો દિવસે ડફણાઈ જાય તે ઘણો જ અફસોસ ક૨વા લાયક. અફસોસ કરવા લાયકમાં પણ તે અત્યંત અફસોસ કરવા લાયક. જિનેશ્વરના વચનને જાણ્યા છતાં આદરતા નથી. વકીલ અમુક કાર્યો કરે તો તેને સનંદ રદ થાય છે. જાણકાર તેમ જિનેશ્વરના વચનને જાણનારા આદરે નહીં તો અફસોસ કરવા લાયકમાં પણ અફસોસ કરવા લાયક ગણાય.
એટલા માટે પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે અવિરતિ ને સમજો, સંવર ને સમજો. તે સમજશો ત્યારે વિરતિ કરવાનું મન થશે. તે સંબંધી વિશેષ વિવેચન શાસ્ત્રકાર શું બતાવે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
અપક્ષપાત-રાગ નહિ છતાં પણ પ્રાણીઓને સંસાર સમુદ્રમાંથી તાર્યા છે અને દ્વેષ નહિ છતાં સંસારમાં તમારા તિમિત્તથી પડ્યા છે. માટે હે પ્રભુ ! આ તમારા શાસનનો અચિંત્ય પ્રભાવ અવશ્ય જાણવા જેવો છે કે સારી રીતે જે આરાધના કરે છે તે તરે છે તે વિરાધના કરે છે તે ડૂબે છે.
ષ્ટક પ્રકરણ
૧