SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ આત્માના ગુણોનો વિકાસ ન થાય ત્યાં સુધી પથરાની (જડની) તોલમાં સ્વચ્છ થાય પછી તેવો જ કાયમ રહે. તેવા સાધનો બતાવનાર કેટલા ઉપગારી? તત્વભૂત પદાર્થોનું જ્ઞાન જરૂરી, નવતત્વ વિચારો. જિનેશ્વરનો ઉપયોગ હોય તો તત્ત્વ બતાવવા તરીકે. તત્ત્વમાં બીજા તત્ત્વો જાણો કે ન જાણો. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશાસ્તિકાય છે તે જાણવા લાયક છે. આદરવાનું કે છોડવાનું તેમાં નથી. એ ત્રણ પદાર્થોમાં કશું લેવા મૂકવાનું નથી. પણ આત્મામાં એકલું શેયપણું નથી, પણ ત્યાં આત્માને જ્યારે જાણો ત્યારે નુકસાન કરનાર જાણી છોડી ઘો છો. જૈનો ખરી રીતે બે જ પદાર્થો માને છે -જીવ અને અજીવ છે પણ બે જ. ત્રણ પદાર્થ કહેવામાં આવે તો શાસનની બહાર થાય. નોજીવ કહ્યો તો બહાર થયો. ત્રીજો પદાર્થ તત્ત્વ તરીકે કહે તો શાસન બહાર થાય. આટલી મર્યાદા છે તેમાં તે શાસન નવતત્ત્વ કેમ કહે છે? એક પદાર્થ ઉલટો કહ્યો તેમાં તો છ મહિના સુધી રાજસભા સમક્ષ વાદ ચાલ્યો.સભામાં પણ રાજાની સભા સમક્ષ છ મહિના સુધી વાદ ચાલ્યો. માત્ર એક પદાર્થ વધતો હતો તેથી. કારણ : જીવ અજીવ એ જ તત્ત્વ છે. તેને બદલે ત્રણ તત્ત્વ કહ્યા. નોજીવ સાતે પ્રરૂપ્યા. એક વધારે કહેવાયો. તે માટે આટલો પ્રયત્ન-તો એ શાસનવાળા નવતત્ત્વ શું જોઈને માને છે? જેને એક પદાર્થ વધે તેમાં આટલો ઝઘડો તે જૈનશાસન બેના નવ પદાર્થ કહે તેમાં શું ભેદ ? ભેદ એટલો જ કે એ નોજીવ પદાર્થ વધારતો હતો. તે નોજીવ પેટા ભેદમાં નહીં, પણ તેની કોટિમાં સ્વતંત્ર પદાર્થ પ્રરૂપતો હતો. જેવો જીવ-જેવો અજીવ-તેવો જ નોજીવ તે માનતો હતો. અહીં આશ્રવાદિ જીવની કોટિ તરીકે નથી માનેલા, પણ પેટા ભેદ તરીકે માનેલા છે. આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, પુણ્ય, પાપ, મોક્ષ એ જીવ-અજીવના પેટા ભેદ તરીકે માન્યા છે, સ્વતંત્ર ભેદ તરીકે નહીં. એમને નોજીવ પદાર્થ સ્વતંત્રરૂપે કહ્યો હતો. માટે એને અંગે વાદ હતો. જગતમાં જે કંઈ છે કે તે બધું બેમાં ઉતરે છે. કાં તો જીવમાં ને કાં તો અજીવમાં. બે સિવાય ત્રીજો પદાર્થ જગતમાં નથી. તો આ નકામી આશ્રવાદિની ભાંજગડ શું કરવા? ત્રણમાં અડચણ ને નવમાં અડચણ નહીં? તે કારણ સમજાવી ગયા. પેટા ભેદ કહેવાની જરૂર શી? વાત ખરી. શંકા વાજબી છે. આશ્રવતત્ત્વને જુદું કેમ પાડ્યું ? જ્ઞાન એ જ્ઞાનરૂપે જગતે માન્યું, પણ તેમ જૈન શાસ્ત્રકારે ઉપયોગી નથી માન્યું. કેમ? | છાપરા સામું બધા દેખો છો. નળીયા કેટલા? તે ઉપરથી ગણી શકો છો. પણ ગણવા જાય - ચાક કપરાશ vo
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy