________________
માટે બીજો રસ્તો નથી. પાપના કાર્યોથી દૂર થાવ ત્યાં સુધી અન્ય મતના મુદ્દાપ્રમાણે 'કરે તે ભોગવે.' પણ જૈનના મુદ્દામાં શું છે ? પાપ ન કરે તો પણ પ્રતિજ્ઞા લે. પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી પાપનો ભાગી છે.(ન વિરમે તે ભોગવે.) પાસે લક્ષ્મી નથી પણ પચ્ચક્ખાણ ન કર્યા હોય તો દેખીએ ત્યારે લાલચ થાય. અમેરિકાની લીલોતરી તમે દેખી ન હોય. પણ પચ્ચકખાણ ન હોય તો ? હવે દેખો તો મન લલચાય પણ પચ્ચક્ખાણ હોય તો ? મારે બંરદ છે. એ પ્રવૃત્ત પ્રતિજ્ઞા હતી તેથી રોકાઇ. પ્રતિજ્ઞા ન કરી હતે તો પ્રવૃત્તિમાં રોકાયા ન હતે. પાપના પ્રસંગે પાપના રોકનારથીજ પ્રતિજ્ઞા. વિરતિ ન કરો, પ્રતિજ્ઞા પચ્ચકખાણ ન કરો એજ પાપની જડ. જેની પ્રવૃત્તિ એને પાપ એમ બીજાએ માન્યું છે. જ્યારે જૈન શાસ્ત્રકારોએ અપ્રતિજ્ઞાને પાપ માન્યું છે. પ્રતિજ્ઞા ન કરવાનું કારણ શું ? પ્રતિજ્ઞાનો ખ્યાલ નથી તે પ્રથમ કારણ. પોતે જાણો છો વકીલ સાહેબ કહે છે કે-કાયદો થયા(બન્યા) પછી ગુનેગાર. કાયદો થયો તે મને ખબર ન હતી તે બચાવ ન ચાલે. અનાદિથી પ્રવૃત્તિ કરનારો આત્મા તે નથી જાણતો. એ બચાવ નહિ ચાલે. તારે ખબર રાખવી જ જોઇએ, તે તારી ફરજ છે. પચ્ચકખાણ ક૨વાનું જાણતો ન હતો એ ન ચાલે, પ્રતિજ્ઞા તો કરી પણ આખી જીંદગીનો ખ્યાલ નથી. કઇ વખતે કયો પ્રસંગ આવશે તેની ખબર નથી. આ હાલની સ્થિતિને અંગે પચ્ચક્ખાણ કરીએ ને કાલે બીજી સ્થિતિ થાય. તેના સમાધાનમાં સમજવાનું કે પાપનો પ્રસંગ આવે તો બંદા તૈયાર છે. તો પાપ લાગે જ. તમારા હિસાબે સ્ત્રીઓએ સતીપણું રાખવું જ નહિ. અરે ! લગ્ન ન કરવા. ધણી કેટલી મુદત જીવશે ? તેની ઠીક, નહીંતર પવિત્રતા પાળીશ. અવળા આટલી હિંમત રાખે છે ! સંજોગ રહ્યા ત્યાં સુધી ઠીક, નહીંતર પવિત્રતા પાળીશ. અબળા આટલી હિમત રાખે છે. તે તો ભવિષ્યના જ્ઞાનવાળી નથી. છતાં શું જોઇ હાથ પકડે છે ? એવું એ વિચારે તો કોઇ પ્રસંગ એવો આવશે તે વિચાર કરતી નથી.ચાહે ધનાઢ્ય કે રંક અવસ્થા આવશે. જીવતો હશે કે મરી પણ જાય.
પ્રતિજ્ઞા લોપે તે મહાપાપી - શી રીતે ?
પ્રતિજ્ઞા ન કરે તે પાપી. અને પ્રતિજ્ઞા કરી લે પછી લોપે તે મહાપાપી. વાત સાચી છે. પણ એ વાક્ય શોભે કોને ? પ્રતિજ્ઞા લીધેલી હોય તેને શોભે છે. મોહનભાઇ રેવાશંકરભાઇને કહે : આગળ આવો અને રેવાશંકરભાઇ પોતાની જાતે કહે કે હું આગળ આવું. આગળની બેઠક એ તત્ત્વ. પણ મોહનભાઇ કહે તેમાં બન્નેની ઉચિતતા, જ્યારે રેવાશંકરભાઇ કહે તો નિર્વિવેકિતા. સાધુ દાન વહોરવા જાય ત્યાં લુખાપાખા ઉપર ધ્યાન રાખે, જ્યારે શ્રાવક ભકિત ઉપર ધ્યાન રાખે. શાસ્ત્રોના બંને વાક્યો છે. બંને ગયું. અહીં પ્રતિજ્ઞાલોપ પ્રસંગે લીધા પહેલા ધારવું તે વિરતિવ્રત પચ્ચકખાણને ધક્કો મા૨વાનું અને
un64 33201
33