SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયમાં ન આવે અનુદયકરણ, એ દ્વારા કર્મ વિકારને રોકવાનું થાય છે. તીર્થકર મહારાજાએ બે ઉપદેશ આપ્યા છે. તેમાં પ્રથમ વિકાર કે પ્રથમ કર્મ રોકવા? એટલે પહેલા વિકાર રોકવા કે કર્મ રોકવા? પહેલા વિકાર રોકો. વિકારો ન રોકાય તો કર્મ રોકવાથી તેટલું સામર્થ્ય આવશે નહિ. વિકારો રોકો તો કર્મ તોડવાની તાકાત તમને વધારે આવશે. આથી સંવરને પ્રથમ અને નિર્જરાને પછી સ્થાન આપ્યું. સંવર એટલે વિકાર ઉપર કાબુ. આશ્રવનિરોધ: સંવર કર્મ આવવાના દ્વારા રોકવા તે સંવર. તે સંવર થાય ત્યારે જ નિર્જરાની તાકાત આવે. સાંજ સવાર પડિક્કમણામાં પ્રથમ સામાયિક મૂક્યું, પચ્ચકખાણ તપસ્યા પછી મૂક્યાં. સામાયિકને આવશ્યકમાં પ્રથમ ગણું. પહેલા વિકારો રોકો પછી સંજમ તપ કેમ કહ્યું? પહેલાં સંજમની જરૂર. તપ પણ સંયમ પૂર્વક ફળ દેનારું છે. સ્વભાવે સંયમ હોય ત્યાં જ તપનું ફળ. સંયમ વગર પણ સંયમ પૂર્વક ફળ દેનારૂં છે. સ્વભાવે સંયમ હોય ત્યાં જ તપનું ફળ. સંયમ વગર તેવું ફળ બની શકતું નથી. માટે વિકારને દબાવવાની પ્રથમ જરૂર. પહેલા સંવરની જરૂર એ ક્યારે સમજાય? જ્યારે આશ્રવનું નુકશાન સમજાય ત્યારે. અહીં સંવરને અંગે જીવ તૈયાર ક્યારે થાય? જયારે આશ્રવથી પૂરેપૂરો ભય લાગે ત્યારે, માટે આશ્રવ સમજાવવા માટે ભગવાન જિનેશ્વર ગણધર મહારાજને ઉપગારી માનીએ છીએ. તેમણે આશ્રવને રોક્વાના સાધનો બતાવ્યા માટે તેમનો ઉપગાર છે. સાધનરૂપે અવિરતિ ઓળખાવી તે કેવી રીતે રોકવી, ને વિરતિના પ્રકાર કેટલા? તે વિશે શાસ્ત્રકાર મહારાજા શું જણાવે છે તે અધિકાર અગ્રે વર્તમાન... સાજન પુરૂષોએ મોક્ષતે માટે પોતાનું અત્યસ્વરૂપ જેવી રીતે કરવું જોઈએ તેવા પ્રકારનું તમારું પ્રતિબિંબ જોઈતે હું સ્થિર થયો છે. જેથી સંસારમાં પણ મારા આંતરમાં મુક્તિની અવસ્થાને લાવું.
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy