________________
આવરણ શાનું? જો રોકવાનું નથી તો પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાનાવરણીય શાને ઢાંકે? જો વિરતિને પચ્ચક્ખાણ સ્વરૂપ માનો તો જેટલું પચ્ચક્ખાણ ન આવ્યું તેટલો વિકાર થયો, વિકાર થયો એટલે મન ન હોય તો પણ રસોળીમાં રસ પોષાતો રહેવાનો. અવિરતિ વિકાર ગણ્યો તો થએલો વિકાર નવો વિકાર લાવતો જ રહેવાનો, વિકારનું પોષણ થયાજ કરે, અવિરતિ આત્માનો વિકાર છે. જ્યાં સુધી પચ્ચકખાણ રૂપી તેજાબ નહીં લગાડશો ત્યાં સુધી અવિરતિ એ વિકાર મટવાનો નહિ. જૈન શાસ્ત્રકારોએ અનાદિથી આશ્રવ કહ્યો છે તે માનવો પડે. અનાદિથી અવિરતિ ન માનીએ તો અનાદિથી કર્મબંધ મનાય નહિ અને તે ન હોય તો અનાદિથી રખડવાનું ન હોય. જો કર્મ બાંધનારો છે તો આશ્રવવાળો છે. આશ્રવવાળો છે તો અવિરતિથી કર્મ બાંધનારો છે.
ધર્મનું સાચું લક્ષણ અહિંસા અને અન્યuતો.
તીર્થકરને અંગે શાસ્ત્રકારે એક કહ્યું કે હિંસા કરનારો હોય, જૂઠું બોલનારો હોય, તો કેવળી ન ગણવો. કેવળીપણામાં હિંસા, મૃષાની વિરતિને સ્થાન આપ્યું. મહાવ્રતને અગ્ર પદ આપ્યું. ધર્મનું લક્ષણ અહિંસા લખણસ, જગત અહિંસા માને છે અને જૈનો અહિંસા માને છે. બંને શબ્દો સરખા છે પણ જૈનોની અહિંસાનો અર્થ તદ્દન જુદો છે. જૈનો હિંસા ન કરવી તે અહિંસા નહીં પણ, તેનો જુદો જ અર્થ કરે છે. કારણ કે તેમ હોય તો નિગોદના જીવો હંમેશા ધર્મી રહે. તેઓ અસહકારવાળા પોતાનો નિયમ રાખે છે. સહન કરવું પણ કોઈને પીડા ન દેવી. પોતે બારે મહિના પીડા સહન કરે છે તે જગતને પીડા આપતા નથી. તેને બાળો, ચગદો તો પણ જગતને પીડા નહિ આપે. અન્યમતની અહિંસા માનીએ તો હિંસા ન કરવી તે, એમ અહિંસા આપણે માનીએ તો આપણને ચાલતા, બેસતા, ઉઠતા હિંસા લાગે, એને લાગવાની નથી. તો એકેન્દ્રિયો ધર્મના ધ્વજ ગણાય ! અહીં એ નથી. અહીં હિંસા નિવૃત્તિ, હિંસાના પચ્ચખાણ એ અહિંસા. પૂ. શય્યભવસૂરિજીએ 'અહિંસા સંજમો તવો' હિંસાની નિવૃત્તિ તે અહિંસા, તો એકેન્દ્રિય નીકળી જાય, નહીં કરવાવાળા માત્રથી બચવા માંગો તો એકેન્દ્રિયમાં જવું પડે, પચ્ચકખાણથી બચવા માંગો તો જૈન ધર્મમાં.
વ્યવહારનું દષ્ટાંત રૂપિયા વ્યાજે મૂક્યા.
હવે દુનિયામાં સ્થિતિએ વિચારો. તમે બે હજાર રૂપિયા અનામત રાખવા આપ્યા. બે વરસે બાર વરસે લેવા આવ્યા. તમો કેવા માણસ છો? નકામી પળોજણ કરવા આવ્યા છો? એ જ રકમ ખાતે જમા કરાવ્યા હોત તો વ્યાજ સુધ્ધા આપતે. દુનિયામાં એક અક્ષર પાડો એની કિંમત. ખાતે અને અનામતમાં એ કિંમત. અહીં કિંમત નથી. અનામત) અષ્ટપ્રણ
૧૮ )