SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ચીજ. કાચમાં સૂર્યના સંબંધે ઝગઝગાટ આવ્યું. હાથનું ઝવેરાત અને અરીસાનું ઝવેરાત. અરીસામાં જે ગુણ આકાર સ્થિત છે તે અરીસાના હીરામાં છે. પણ અરીસાના હીરામાં દહાડો ન વળે, હાથના હીરામાં દહાડો વળે. તેમ અન્યમતવાળા જ્ઞાન બહારનું માને ને જૈનો આત્માના ઘરનું જ્ઞાન માને છે. આ બધી પંચાત અનાદિ અને આદિમાં છે. આત્માને જ્ઞાનમય માન્યો એટલે સર્વ આત્મા સર્વજ્ઞ થઇ શકે. જ્ઞાનમય આત્મા હોય તેનેજ સર્વજ્ઞ થવાનો હક રહે. બહારથી આવેલું જ્ઞાન અનંતુ થઇ શકે નહીં. સ્વ સ્વરૂપે જ્ઞાન હોય તે જ સર્વજ્ઞપણું. આ સર્વજ્ઞપણું સ્વભાવિક જ્ઞાન માને તો જ થઇ શકે. શે એ ભોગવશે - આ સિદ્ધાંત પુન્યમાં. જીવ અનાદિનો માન્યો, તો તે જ્ઞાનસ્વરૂપ માની ચાલ્યા હોત તો અડચણ શી હતી ? જીવ માત્રને જ્ઞાનસ્વરૂપ માને તો બધાને સર્વજ્ઞ થવાની લાયકાત માનવી પડે. બીજા કાળે બીજા પણ પરમેશ્વર થઇ શકે. તેથી પોતાનું સર્વજ્ઞત્વ ઉડી જાય. આત્મા એ સંપૂર્ણ જ્ઞાનમય સ્વરૂપે છે તો આવરણ માનવું પડે, પાપ માનવું પડે. નહિતર ચોખ્ખા થયેલાને પણ પાપ માનવું પડે. અનાદિ ન માને તો પાપ આવ્યું ક્યાંથી ? એ ખુલાસો કરવા જાય ત્યારે અનાદિનું મિથ્યાત્વ અવિરતિ પાપ બંધાવે છે. અનાદિની અવિરતિ માનવી મુશ્કેલ છે. "કરશે એ ભોગવશે, નહીં કરે એને કંઇ નહીં." એ જૈન મતનો સિધ્ધાંત નથી. એ સિધ્ધાંત પુન્યમાં લ્યો. અવિરતિથી પુન્ય આવતું નથી, પાપ જરૂર આવશે. પુન્યની અપેક્ષાએ એ વાત સાચી. આપણે તો એમાં પણ અપવાદ છે. દાન દીધું ધનાજીએ, પણ સ્ત્રીઓએ અનુમોદના કરી તેણે પણ ફળ ભોગવ્યું. બળભદ્રજીએ તપસ્યા કરી તો સુથાર-હરણીયા તેને પણ દેવલોક મલ્યા. અનુમોદના પણ પુન્યમાં ભોગવાય છે. પણ પાપના પાર નહીં કરનારો પણ પાપ ભોગવે છે. આ ન માનીએ તો વનસ્પતિકાયના જીવો ક્યાં પાપ કરવા જાય છે ? નીગોદના જીવો ક્યાંય પાપ કરવા ગયા છે કે તેથી ત્યાં પડી રહ્યા છે ? અનાદિકાળથી રખડાવનાર ચીજ અવિરતિ છે. પચ્ચક્ખાણની આવશ્યક્તા છે. અવિરતિ એ પાપનું કારણ. રાતના ન ખાઇએ પણ પચ્ચકખાણ ન કરે તો પાપ બેઠેલું જ છે. જો નથી ખાવું તો પચ્ચક્ખાણ ન કરવાનું કારણ ? પોતાની છોકરીને પચ્ચીસ હજાર આપવા છે, તો વીલમાં નથી લખતો તો મનમાં કંઇક ગુંચવાડો છે. ખાતા નથી પણ નહીં ખાઉં તેમ બોલતો નથી. કોઇક વખત ખાવું પડે તો ? એટલો જ અર્થ. તને વખત ૧૨
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy