________________
છે, માંડવે લગ્ન શબ્દ નીકળી જતો નથી. કુંભારને ત્યાં જાય ત્યાં પણ લગ્ન શબ્દ, તેમ બીજા કશામાં રસ નહીં, માત્ર જગતના ઉધ્ધારમાં. તેથી કોડાકોડ સાગરોપમ સુધીની સ્થિતિ તીર્થકર નામકર્મની ટકે. અનેક ભવોમાં જે ભાવના જગતના ઉધ્ધારની રહે તે ભાવના તીર્થકર નામકર્મ બાંધે. તે ભાવના જૈનધર્મના પ્રતાપે જ જન્મી છે. અને તે ભાવના પાછી આગલા તીર્થકરને પણ પહેલા થયેલી. એમ પરંપરાએ અનાદિ ધર્મ જૈન જ છે. જગતની આદિ કેમ માનવી પડે છે? જગતની આદિ ન માને તો ધર્મ અનાદિ માનવો પડે. અન્ય પ્રવર્તકો પોતાનું સ્વત્વ દાખલ કરવા માટે અનાદિનો મુદો ખસેડી નાંખે છે.
આઇગરાણ' નો સાચો અર્થ સમજો.
આઈગરાણ” એટલે આદિ કરનારા એમ સૂત્રકાર કહે છે. દરેક તીર્થકર આદિ કરનારા છે- એમાં અડચણ નથી. હમણાં અનાદિ હોવું જોઇએ એમ જણાવ્યું કે હવે આદિ ? જેમ આગળથી નદી વહેતી આવતી હોય પણ અહીં નદી આવી તે પેલે ગામ થઈને આવી. આ ગામનું પાણી પણ ફલાણા ગામથી અહીં આવ્યું તેથી ફલાણા ગામનું. શ્રત ધર્મને પ્રગટ કરનારા તીર્થકર તીર્થની અપેક્ષાએ શ્રુતજ્ઞાન પ્રવર્તાવનારા છે તેથી આદિ કરનારા છે, પણ જૈન ધર્મની આદિ કરનારા નથી. બીજા ધર્મો પોતાની ધર્મની શરૂઆત પોતાના દેવથી માને છે. જૈનધર્મ પોતાના પ્રરૂપનારાથી આદિ નથી. પ્રરૂપનારાએ ઉભો કર્યો તે પહેલાં હતો જ નહીં એમ નથી. લોગસ્સમાં ચોવીશ તીર્થકરમાં જિન નામનો કોઈ તીર્થકર નથી. જે કોઇ તીર્થકર અનંતા કાળમાં થઈ ગયા, અનંતી ચોવીશી થશે, તો પણ ધર્મના સ્વરૂપમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પલટો થવાનો નહીં.
દરેક ધર્મ પોત પોતાના પ્રવર્તકને નામે શરૂ થયા છે, તેમ જૈન ધર્મ પ્રવર્તક એવા જિનેશ્વર હોવાથી શરૂ થયો છે. પણ બીજા ધર્મ વ્યક્તિના નામે પ્રવર્તેલા હોવાથી વ્યક્તિની નામથી પ્રસિદ્ધ થયા છે. જૈન ધર્મ ગુણ અને ક્રિયાને અંગે પ્રવર્તેલો છે. સર્વજ્ઞાણાના ગુણવાળા રાગદ્વેષને જીતનારાએ જૈન ધર્મ પ્રવર્તાવેલો છે. દેવ ઉત્કૃષ્ટ હોય પણ જગતને ઉપગાર શો? દરિયાને તળીયે સોનાની ખાણમાં ઉત્તમ સોનું હોય પણ તેથી બજારને લાભ શો? તેમ જિનેશ્વર વીતરાગ સર્વજ્ઞ સર્વગુણ સંપન્ન ખરા, પણ જગતને લાભ શો? જુઓ ! બે દૃષ્ટિ ધ્યાનમાં રાખવાની છે. એક ગુણવત્તા દષ્ટિ બીજી ઉપકારિતા દષ્ટિ. ઉપગાર કરે કે ન કરે પણ ઉપગાર માલુમ પડે કે ગુણવાનની સ્તુતિ કરવી જોઇએ. ખેતરમાં જે વાવે તે ઉગે. આ આત્મામાં ગુણો ન હોય પણ ગુણવાનની સ્તુતિથી ગુણનું વાવેતર થાય છે. ઉપગાર અનર્ગલ કરે છે. ગુણવાન થયો એટલે જ ઉપગાર. એના ગુણની સ્તુતિ દ્વારા આપણે ગુણ મેળવી શકીશું. અષ્ટકpક્રમ