________________
પરિશિષ્ટ નં. ૫
વાચતા પાપ પલાસ્
હાલ મા
વ્યક્તિ નહિ પણ સંસ્થા : પૂ. સાગરજી મ.
૮,૨૪,૪૫૭ શ્લોક પ્રમાણ આગમ-ટીકા આદિ પ્રાચિન ગ્રંથોનું સૌ પ્રથમવાર સંપાદન કરી મુદ્રણ કરાવ્યું...
૧ લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત નવા ગ્રંથોની રચના કરી.
આગમો પૈકી બાવન વિષયના વિભાજનરૂપ બાવન ગ્રંથોનું નવિનતમ સર્જન
કર્યું.
૮૩ ગ્રંથોની વિદ્વદ્ભોગ્ય વિસ્તૃત પ્રસ્તાવના સંસ્કૃતમાં લખી. ૪૫ આગમ-નિર્યુક્તિ-તથા પ્રાચિન પુન્યનામધેય મહર્ષિના ગ્રંથોને પાલીતાણામાં શીલોત્કીર્ણ તથા સુરતમાં તામ્રપત્ર પર ઉપસાવી અમરત્વ આપ્યું...
આગમ ગ્રંથો તથા પ્રાચીન ગ્રંથોના પ્રકાશન માટે દેવચંદ લાલભાઇ સંસ્થા, જૈનાનંદ પુસ્તકાલય, આગમોદય સમિતિ, ઋષભદેવ કેશરીમલ પેઢી (રતલામ) આદિ સાતેક સંસ્થાઓ સ્થાપીને મુદ્રણનું કાર્ય કર્યું.
શૈલાણા-સેમલિયા-પંચેડ-રાજાઓને પ્રતિબોધ્યા અને અમારીપટ્ટક લીધો... સમેતશિખર–અંતરિક્ષજી-કેશરિયાજી તીર્થરક્ષા જાનના જોખમે કરી.
અંજનશલાકા...પ્રતિષ્ઠા... દીક્ષા... સંઘો જેવા વિભિન્ન અસંખ્ય પ્રભાવક અનુષ્ઠાનો કરાવ્યા...
એક માંથી ૭૦૦ જેટલો વિશાલ સમુદાય શાસનને ચરણે ધર્યો... બાલદીક્ષા પ્રતિબંધ- દેવદ્રવ્યચર્ચા તથા તિથિવિષયક અનેક શાસનને બાધક પંથો વિચારો/ પ્રતિબંધો ૫૨ વેધક પ્રતિકાર આપ્યો...
સં. ૧૯૯૦ના સંમેલનમાં જેઓની પ્રતિભા એક ‘બહુશ્રુત’ રૂપે જાહેર થઇ અને શાસ્ત્રપાઠોના આધારભૂત એકમેવરૂપે રહ્યા...
અક પ્રકરણ
૧૨૦