SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ નાચતા વાંધો નથી આવતો? આ પ્રતિમાનો આકાર ગંધાતો તો નથી ને ? પ્રતિમાજીના આકારને જડ માની ધક્કો તો નથી મારવાનો ને? તમે એક બાજુ આડંબર ક છો તો બીજીબાજુ આગ દઈ સળગાવો છો. ચાહે તે થાય મારી માન્યતામાં એક અંશ પણ ઘટાડો થવા દેવો નથી. એ તો ગૃહસ્થો ગૃહસ્થની કરણી કરે છે. પણ તે સારી કરણી કે ખોટી કરણી તમને લાગે છે કે નહીં? તમારા સ્થાનકમાં ગૃહસ્થ ગૃહસ્થની કરણી કરી શકે ખરા? નાત જમાડે, રહેવાનું કરે તો સાધુને અડચણ નહીં ને? સાધુ સમક્ષ ગૃહસ્થ પોતાની કરણી કરે તો સાધુને વાંધો નહીં ને? પ્રતિમાની પૂજા ન કરવી તેવી બાધા આપે છે તો મડદાની પાછળ મહોચ્છવની રોક ટોક કેમ નથી કરતા? આપણને પથ્થરના પૂજારી કહે પણ તમે તો મડદાના પૂજારી છોને? અમારે તો દ્રવ્ય નિપાથી માન્યતા હોવાથી અમે મડદાને પૂજતા નથી અને પથ્થરના પણ પૂજારી નથી. પણ તમારે તો ગઈ અવસ્થા માનવી નથી. તેના અંગે થતો આરંભ માનવો નથી, ને કરવું છે બધું. જૈન શાસનને ભાવથી અવિદ્ધ એક નિક્ષેપો પણ માન્ય છે. અમે મહાત્મા મરી ગયા તો દ્રવ્ય નિક્ષેપાથી મડદાને પણ મહાત્મા માની શકીએ છીએ. પહેલાની અવસ્થાને પણ માનવાવાળા છીએ. તારા નસીબમાં તો મડદું પૂજવાનું રહ્યું. કાંતો કહે છે કે હું મહાત્મા માનું છું, કાં તો કહે હું મડદાને પૂછું છું. જો મડદાને મહાત્મા માનું છું એમ કહે તો તારે મૂર્તિને પરમેશ્વર માન્યા વગર છૂટકો નથી. પણ ખ્યાલમાં રાખો ત્યારે સમજાવી શકો. અમારે મહાત્માનું પૂજન છે. તમારે આરંભ સમારંભ સાથેનું મડદાનું પૂજન. મૂર્તિમાં આરંભ સમારંભ થાય તે જિનેશ્વરપણું તેમાં માનીએ છીએ. અમે તો તને તારો મહાત્મા મનાવવા તૈયાર છીએ. પણ તેઓ દીક્ષાનો વરઘોડો, મરેલાનો મહોત્સવ પોતાના અંગે તો કરવાના. ફક્ત ભગવાનની ભક્તિ ભૂંસવી છે. તેમાં સ્થાપના નિક્ષેપો, દ્રવ્ય નિક્ષેપો ન માને. ખ્યાલમાં લેજો કે જૈન શાસ્ત્રકાર એકલું નામ કે સ્થાપના કે એકલું દ્રવ્ય કે એકલો ભાવ માનવા લાયક તૈયાર છે. પણ એક વાત ધ્યાનમાં રાખજો. તે ભાવથી પ્રતિકૂળ ન જોઈએ. નામ સ્થાપના કે દ્રવ્ય પણ ભાવથી પ્રતિકૂળ ન જોઈએ. ભાવથી વિરુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન કરે તેવા ન જોઈએ. સમનિમં વંદે. એનો અર્થ કરીને ક્રિયા કર. હાથ જોડી માથું નમાવ્યું તો અહીં શું છે? નામોચ્ચાર લઈશ તો તે નામને અંગે અહીં વંદના છે. આ જ વાત ખ્યાલમાં સહેજે આવશે. લોગસ્સ આખાનું નામ નામસ્તવ છે. અરિહંત ચેઇઆણે સ્થાપના સ્તવ, નામથી સ્તુતિ લોગસ્સમાં છે માટે નામસ્તવ. જૈનમતમાં એકનું નામ, સ્થાપના અગર એકલો ભાવ કે એકલું દ્રવ્ય-ચારે માન્ય છે. તેથી દરેક વસ્તુ ચારમય. પણ જીવને અંગે દ્રવ્ય નિક્ષેપો ભિન્ન ન હોય. અષ્ટપટાણી લ ૯૧ )
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy