________________
ગ્રોથ આનું
ચાંદ્રકુલમાં મોટી ગણાતી વક્શાખામાં ગુણનિધિ એવા પૂ.આ.ભ.શ્રી વર્ધમાનસૂરિ થયા. તેઓશ્રીને સૂર્ય-ચંદ્ર જેવા પૂ.આ.શ્રી જિનેશ્વરસૂરિ અને પૂ.આ.શ્રી બુદ્ધિસાગરસૂરિ નામના શિષ્યો હતા. તે પૂ.આ.શ્રી બુદ્ધિસાગરસૂરિને પૂ.આ.શ્રી જિનચંદ્રસૂરિ અને પૂ.આ.શ્રી અભયદેવસૂરિ નામના શિષ્યો હતા. નવાંગી ટીકાકાર પૂ.આ.શ્રી અભયદેવસૂરિએ પોતાના વડીલ ગુરૂબંધુ પૂ.આ.શ્રી જિનચંદ્રસૂરિને સંવેગરંગશાલાની રચના કરવાની વિનંતી કરી, અને તેઓશ્રીએ આ ગ્રંથની રચના વિ.સં. ૧૧૨૫માં કરી હતી. તેઓશ્રીના શિષ્ય પૂ.આ.શ્રી પ્રસન્નચંદ્રસૂરિના કહેવાથી તેમના શિષ્ય પૂ. સુમતિવાચકના શિષ્ય પૂ.ગુણચંદ્રગણિએ (પૂ.આ. દેવભદ્રસૂરિ) એને સંસ્કાર યુક્ત બનાવી અર્થાત સુધારો વધારો કરી સંકલિત કરી અને પૂ. જિનવલ્લભગણિએ તેનું સંશોધન કર્યું અને તેનું પ્રથમ પુસ્તક વિ.સં. ૧૧૫૮માં પૂ.અમલચંદ્રગણિએ લખ્યું.
is આ ગ્રંથનો વિષય ગ્રંથકારે કોઈ વધુ પ્રાચીન ગ્રન્થમાંથી લીધો હોય તેમ જણાય છે. પ્રભુ મહાવીરસ્વામીના સ્વહસ્તે દીક્ષિત થયેલ મહસેન રાજર્ષિ પૂ. ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન થયા પછી વૃદ્ધાવસ્થાના કારણે કંપતા શરીરે પૂછે છે કે, પ્રભુ જ્યારે શરીર વિશિષ્ટ તપની આરાધનામાં ઉપયોગી ન રહે ત્યારે અંતિમ આરાધના કેવી રીતે કરવી ? પ્રત્યુતરમાં કેવળજ્ઞાની પૂ.ગૌતમસ્વામીજીએ વિસ્તારથી જે આરાધના બતાવી તેનો જ ગ્રંથકારે આમાં સમાવેશ કરેલ છે.
સંસાર પ્રત્યે ભય અને મોક્ષની અભિલાષા એટલે ‘સંવેગ’ આ ગુણને પ્રગટ કરવામાં અને પ્રાપ્ત થયા પછી પણ આરાધના કયા ક્રમે કરવી તેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકારે આ ગ્રન્થમાં મુખ્ય ચાર દ્વાર દ્વારા અને તેના ૪૩ પેટા દ્વારો દ્વારા કરેલ છે.
તે મુખ્ય ચાર દ્વારો અને પેટા દ્વારો આ પ્રમાણે છે. ૧. પરિકર્મવિધિ, ૨. પરગણ સંક્રમણ, ૩. મમત્વ ઉચ્છદ, ૪. સમાધિલાભ જેમાં પહેલા પરિકર્મવિધિ દ્વારના ૧૫ પેટા દ્વારો છે..
૧. અરિહ દ્વાર, ૨. લિંગ દ્વાર, ૩. શિક્ષા દ્વાર, ૪. વિનય દ્વાર, ૫. સમાધિ દ્વાર, ૬. મનોડનુશાસ્તિ દ્વાર, ૭. અનિયતવિહાર દ્વાર, ૮. રાજ દ્વાર, ૯. પરિણામ દ્વાર, ૧૦. ત્યાગ દ્વાર, ૧૧. મરણવિભક્તિ દ્વાર, ૧૨. અધિગત મરણ દ્વાર, ૧૩. શીતિ દ્વાર, ૧૪. ભાવના દ્વાર, ૧૫. સંલેખના દ્વાર..
બીજા પરગણસંક્રમણ દ્વારના ૧૦ પેટા દ્વારો છે.
૧. દિશા દ્વાર, ૨. ક્ષામણા દ્વાર, ૩. અનુશાસ્તિ દ્વાર, ૪. પરગણ સંક્રમણવિધિ દ્વાર, ૫. સુસ્થિતગવેષણા દ્વાર, ૬. ઉપસંપદા દ્વાર, ૭. પરીક્ષા દ્વાર, ૮. પ્રતિલેખના દ્વાર, ૯. પૃચ્છા દ્વાર, ૧૦. પ્રતિપૃચ્છા દ્વાર.
ત્રીજા મમત્વવિચ્છેદ દ્વારના નવ પેટા દ્વારો છે.
૧. આલોચનાવિધાન, ૨. શય્યા, ૩. સંસ્તારક, ૪. નિર્યામક, ૫. દર્શન, ૬. હાનિ, ૭. પ્રત્યાખ્યાન, ૮. ખમાવવું, ૯. ખમવું – પ્રથમ આલોચના વિધાન દ્વારના ૧૦ પેટાદ્વારો છે. ૧. કેટલા કાળે આલોચના આપવી. ૨. કોને આપવી, ૩. કોણે આપવી, ૪. નહિ આપવામાં કયા દોષો, ૫. આપવામાં કયા ગુણો, ૬. કેવી રીતે આપવી, ૭. આલોચનાનો વિષય, ૮. ગુરૂએ કેવી રીતે અપાવવી, ૯. પ્રાયશ્ચિત, ૧૦. ફળ
(5)