SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्टम्-७ ३१८ ૨૬/૫ પ્રાર્થ રૂટું પ્રાયશ્ચિત્તમ્ - હિંસા કરવામાત્રથી શાસ્ત્ર-આજ્ઞાનો ભંગ થાય અને તેનાથી પાપ લાગે આ વાત સત્ય નથી, કારણ કે શાસ્ત્ર અનુસાર આરાધના જ ખરેખર મહાન છે. આથી શાસ્ત્રાનુસારી યતનાપૂર્વક આરાધના કરનારને હિંસા થઈ જાય તો પણ પ્રાયશ્ચિત્ત (પાપ) લાગતું નથી. - /૬ પરિતિ – શાસ્ત્રના અર્થને બાધા ન પહોંચે તે રીતે પ્રવૃત્તિ કરી રહેલા અધિકારી સાધક લાગેલા દોષોને દૂર કરવા માટે પ્રાયશ્ચિત્ત કરે છે. પરંતુ જે શાસ્ત્રજ્ઞાનો ભંગ કરીને દોષિત થાય છે અને પછી તે દોષોને દૂર કરવા પ્રાયશ્ચિત્ત કર્મમાં પ્રવર્તે છે તેને પ્રાયશ્ચિત્ત વહન કર્યા પછી પણ વિશુદ્ધિ થતી નથી, કારણ દોષનું મૂળ તો શાસ્ત્રજ્ઞાનો ભંગ છે, અને પ્રાયશ્ચિત્ત વહન કર્યા પછી પણ શાસ્ત્રાર્થને બાધ પહોંચાડનારી પ્રવૃત્તિ તો સતત ચાલુ જ રાખી છે. માટે દોષોની વિશુદ્ધિને ઇચ્છતા તથા મુક્તિના અર્થી એવા સાધકે શાસ્ત્રના અર્થની આરાધના કરવા જ પ્રયત્ન કરવો જોઈએ. ૨૬/૨૬ યોભિવોથેન - યોગીપુરુષના બોધ વડે. યોગી પુરુષોની બુદ્ધિ સંશય, વિપર્યય, અનધ્યવસાય વગેરે દોષોથી રહિત હોવાથી જ યથાર્થસ્વરૂપવાળી હોય છે તેથી દ્રવ્યનો યથાર્થ બોધ જ પ્રાપ્ત કરાવે છે. ૨૬/૧૧ છિદ્યતે – અહોરાત્રિપંચક આદિથી દીક્ષા પર્યાયને ઓછો કરાય છે. જ્ઞાતિઃ - જિનવચનરૂપ આજ્ઞાના પાલનથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે. અથવા અપરાધ અને અપરાધ કરનાર અપરાધીનો અભેદઉપચાર કરવાથી જ્ઞાતા-પુરુષ સંવેગાદિ શુભભાવોના પ્રભાવે છેદ પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધિ પામે છે. ૨૬/રરૂ તતડ - પોતે તપ કરીને વિશુદ્ધ થયેલો પુનઃ દીક્ષાને યોગ્ય બને છે શાસ્ત્રાનુસાર, વિશેષ સંક્લેશ પામેલો હોવાથી પોતે પાપ સેવન કરવાથી અયોગ્યતાને પામેલો છે એમ પોતે જાણે છે. ૨૬/ર૬ ગીતમ્ - પૂર્વપુરુષોએ આચરેલ આચાર, તે પણ આગમિકપુરુષોએ આચરેલો હોવાથી તથા અનાદિ કાળથી સિદ્ધ જીતવ્યવહારની અન્તર્ગત હોવાથી પ્રમાણિક જ છે. જીત વ્યવહાર વિના પાંચ વ્યવહારની સંખ્યા સંગત નહિ થાય. ૬/૨૮ વર્ચ: - આત્મપ્રદેશ સાથે કર્મ સ્કન્ધોનું એકમેક થઈ જવું. ૨૬/૨૮ માત્તાવિરાથનાનુજમ્ - જિનાજ્ઞાની વિરાધના વિના અશુભ અધ્યવસાય સંભવતો નથી.
SR No.022282
Book TitlePanchashak Prakaranam
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Sansthanam
Publication Year2014
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy