SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ. મહાનિશીથ સૂત્રમાં ઉપધાન કરવાનું વિધાન કરેલું છે. શંકા-મહાનિશીથસૂત્ર શું પ્રમાણિક છે ? સમાધાન-નંદીસૂત્રમાં આગમોના નામવર્ણનમાં નિશીથસૂત્રની સાથે જ મહાનિશીથસૂત્રનો નામોલ્લેખ કર્યો હોવાથી તે પ્રમાણિક છે શંકા-અનેક બાબતોમાં અન્ય શાસ્ત્રો સાથે વિરોધ આવતો હોવાથી મહાનિશીથ સૂત્ર પ્રમાણરૂપ કઈ રીતે ગણાય. સમાધાન-આપણા આગમશાસ્ત્રોનો લૌકિક શાસ્ત્રો સાથે અનેક સ્થળે વિરોધ આવતો હોવાથી તે પ્રમાણરૂપ કઈ રીતે માનશો. વળી, આવશ્યક સૂત્રમાં કહેલ પદાર્થોનો કલ્પભાષ્ય, જ્ઞાતાધર્મકથા, જીવાભિગમસૂત્ર આદિ અનેક શાસ્ત્રો સાથે વિરોધ આવે છે, તો પણ તે આવશ્યકસૂત્રને પ્રમાણરૂપ માનો છો તો મહાનિશીથસૂત્રને પણ પ્રમાણબુદ્ધિથી સ્વીકારવું જોઈએ. નવકાર-લોગસ્સ આદિ સૂત્રોના અલગ અલગ ઉપધાન ન કરવા જોઈએ એવી શંકાનું અહીં યુક્તિપૂર્વક નિરાકરણ કર્યું છે ઉપધાનની આરાધનાનો નિષેધ કરવો તે પ્રબળ મોહ જ છે. આલોકના તુચ્છ ફલને મેળવવા કરાતી મસ્ત્રસાધનામાં પણ જો પૂર્વસેવા કરાય છે તો સર્વશ્રેષ્ઠ મોક્ષફળને મેળવવા ઉપધાન સાધનારૂપ પૂર્વસેવા કેમ ન કરાય-અર્થાત ઉપધાન સાધના કરવી જ જોઈએ. નવકારાદિસૂત્રોનું ઉપધાન વિધાન કેવલીભગવંતે રચેલું અને ઉપદેશેલ હોવાથી મહાન પ્રભાવયુક્ત છે. માટે અધિકારી સાધકે અવશ્ય ઉપધાન કરવા જ જોઈએ. ઉપધાનવિધિ વગર પણ મરુદેવી આદિ મોક્ષે ગયા છે, એવું તમે કહેશો તો તપદીક્ષા પ્રમુખ સર્વ સાધનામાર્ગનો નિષેધ કરવાની અનિષ્ટ આપત્તિ આવશે. જો તમારો મોક્ષને મેળવવો છે તો અનેક યુક્તિઓથી યુક્ત અનેક મહાપુરુષોએ આચરેલ માર્ગને વિષે કુગ્રહ-કદાગ્રહના ત્યાગપૂર્વક પ્રયત્ન કરો વગેરે આગમિક રહસ્યો આ પંચાશકમાં વર્ણવેલા છે. આ પંચાશકની પચાસમી ગાથામાં કુગ્ગહ વિરહેણ.. “વિરહ’ શબ્દના ઉલ્લેખથી આ પંચાશકના રચયિતા પૂજ્યાચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ સિદ્ધ થાય આ પ્રમાણે વીશ પંચાશકના ઉપયોગી પદાર્થોની સંક્ષિપ્ત વિચારણા સાથે પંચાશક પ્રકરણનું વિષયદર્શન અહીં પૂર્ણ થાય છે. પ.પૂ.આ.શ્રી બોધિરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિધર્મરત્નવિજય મહારાજ. 34.
SR No.022282
Book TitlePanchashak Prakaranam
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Sansthanam
Publication Year2014
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy