________________
२९८
परिशिष्टम्-७ ( ૨/૬-૨૮૭ રીક્ષાRIP - દિક્ષાને સારી રીતે પાળતા મહાત્માઓને જોઈને લઘુકર્મી જીવોને દીક્ષા પ્રત્યે રુચિ થાય છે ત્યારપછી “હું કઈ રીતે દીક્ષા લઉં?” એવી શુભ ભાવના થાય છે. તથા સંસારના સુખો મેળવવાની અપેક્ષા વગરની શ્રદ્ધા દીક્ષા ગ્રહણના ભાવની પરંપરાને સતત વધારનારી થાય છે.
૨/૧૭ ભુવન - ભુવનગુરુ - ભરત મહારાજા સમગ્ર પ્રજાને પાળનાર હોવાથી પ્રજાના પિતા છે. તેથી ભરતરાજાના પિતા ઋષભદેવ જગતના પિતામહ તરીકે ઓળખાય છે.
૨૮ર૧-૨/ર૭ વિધિથનમ્ - દીક્ષા સ્વીકારની પ્રાચીન વિધિ - પુષ્પપાત કરાવવો, પુષ્પો બહાર પડે તો આલોચન, ચાર શરણ સ્વીકારાદિ વિધિ ત્રણ વાર કરાવવી. ત્રણ વાર સમવસરણની બહાર પુષ્પો પડે તો દીક્ષા માટે અયોગ્ય થવાથી કોમળ વચનો દ્વારા દીક્ષાનો નિષેધ કરવો.
૨૮રૂર ભાવાર્થ – દીક્ષિતના પરિણામની વિશુદ્ધિ માટે આગમાનુસાર અનુષ્ઠાનમાં જોડતા ગુરુના ભાવ વિશુદ્ધ હોવાથી મમત્વરહિત છે માટે વિધિપૂર્વક કરાતો શિષ્ય અને તેના વિત્તાદીનો સ્વીકાર ગુરુને પરિગ્રહ કે અધિકરણરૂપ બનતો નથી.
૨/રૂરૂ ભાવાર્થ: - દીક્ષા આપ્યા પછી દીક્ષિતની ભાવનાને જોઈને જે રીતે તેના ભાવની વૃદ્ધિ થાય તે રીતે દાન-શીલ-તપ અને ભાવધર્મના ઉપદેશમાં પ્રયત્ન કરવો.
૩/૪ ભવં યોરમ - સંસાર પરિભ્રમણના કારણોથી ચિત્ત વિરામ પામ્યું હોવાથી તીર્થકરાદિ ઉત્તમ પુરુષોની આશાતનાનો ત્યાગ કરે.
રૂ/૨૩ મધ - મન્નાદિથી ઉત્કૃષ્ટ ફળ ચૈત્યવંદનની આરાધનામાં છે તથા ઉત્તમ ભાવથી અધિક ફળ પ્રાપ્ત થાય છે માટે અધિક પ્રયત્ન કરવો.
રૂ/૨, ભાવાર્થ - વિધિપૂર્વક ચૈત્યવંદન કરનારને આ લોકમાં ધન-ધાન્યાદિની પ્રાયઃ હાનિ થતી નથી. નિકાચિત કર્મના ઉદયથી ધનાદિની હાનિ થાય તો પણ ઉત્તમભાવથી કરેલ ચૈત્યવંદનથી જે શુભ પુણ્ય - પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું છે તેના સામર્થ્યથી ચિત્તની સ્વસ્થતા - પ્રસન્નતા અવશ્ય જળવાય છે તેથી આપત્તિના કાળમાં પણ દીનતા, વ્યાકુળતા, ચિંતા આદિ દોષો પ્રગટ થતા નથી.
રૂ/ર૩ તાત્વિ: - ઉપયોગ સંપૂર્ણ હોય એટલા માત્રથી ચૈત્યવંદન ભાવવન્દનરૂપ બનતું નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ આદિનું ઉપયોગપૂર્વક કરાતું ચૈત્યવંદન ભાવાનુષ્ઠાન બને છે.