SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [ पञ्चाशकप्रकरण-विषयदर्शनम् । સુગૃહીતનામધેય સમર્થ શાસ્ત્રકારશિરોમણી પૂજ્ય આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે રચેલા અનેક ગ્રન્થો પૈકી આગમોના રહસ્યોનું સમુદ્ધાટન કરતો એક અતિમહત્વપૂર્ણ ગ્રન્થ એટલે પંચાશક પ્રકરણ. આ ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચના કરી છે. આ ગ્રંથમાં શ્રાવક ધર્મ અને સાધુધર્મ સમ્બન્ધી ૧૯ વિષયો છે. દરેક વિષયનું વર્ણન પ્રાયઃ ૫૦ ગાથાઓથી કર્યું હોવાથી આ ગ્રંથનું નામ પંચાશક છે. પંચાશક પ્રકરણ ઉપર સંસ્કૃત ટીકા : (૧) પ.પૂ. આચાર્ય શ્રીયશોભદ્રસૂરિજીએ ટીકા રચેલ જેની જેસલમેર જ્ઞાનભંડારમાં એક જ તાડપત્ર (જિ.તા.૨૧૧) પ્રત હમણાં ઉપલબ્ધ છે. તેના આધારે સંશોધન કરી આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. (૨) નવાંગી ટીકાકાર પ.પૂ. આચાર્ય શ્રીઅભયદેવસૂરિજીએ વિસ્તૃત ટીકા વિક્રમ સંવત ૧૧૨૪માં રચી, જે ટીકા ગુજરાતી, હિન્દી અનુવાદ સહિત પ્રકાશિત થયેલ છે. (૩) પંચાશક પ્રકરણના પ્રથમ શ્રાવકધર્મવિધિ પંચાશક ઉપર ચૂર્ણિ પ્રાકૃત ભાષામાં પ.પૂ. આચાર્ય શ્રીયશોદેવસૂરિજીએ વિક્રમ સંવત ૧૧૭૨માં રચી. જે ગ્રંથ આદ્યપંચાશકચૂર્ણિ નામથી પ્રકાશિત થયેલ છે. મૂલગ્રંથ અને ટીકારચનાનો હેતુ : મૂલગ્રંથની રચનાના મુખ્ય બે હેતુ છે, (૧) શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ જીવોને જિનાગમમાં કહેલા કેટલાક વિષયો જણાવવા. (૨) જિનાગમમાં જણાવેલ કેટલાક વિષયોના રહસ્ય-તાત્પર્યાર્થિ જણાવવા. જે અન્ય ગ્રંથોમાં દુર્લભ છે. આ રહસ્યોને કારણે જ આ ગ્રંથની મહાનતા છે. પ.પૂ. આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી તથા પ.પૂ.આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ પંચાશક પ્રકરણના વિષયોને માત્ર વર્ણવ્યા નથી. પરંતુ તે તે વિષયની પુષ્ટિ માટે અનેક યુક્તિઓ-પ્રમાણો આપીને પદાર્થબોધ સ્પષ્ટ કરાવ્યો છે માટે આ ગ્રંથ યુક્તિપ્રધાન
SR No.022282
Book TitlePanchashak Prakaranam
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Sansthanam
Publication Year2014
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy