SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કે તારું શરીર જ મિષ્ટાન્ન ભોજનને સ્પષ્ટ કહી બતાવે છે. કારણ કે પોલાણમાં અગ્નિ હોવા છતાં વૃક્ષ લીલું કદી ન રહે. પછી હાથી બીજે માર્ગે ગયેલો જોઈને વિપ્ર પોતાના ઘર ભણી ચાલ્યા ત્યારબાદ એક બે દિવસ રહીને રાજભવનમાં મંત્રણા સમાપ્ત કરી રાત્રે તે પોતાના ઘર તરફ આવતાં હતા ત્યારે વૃદ્ધ સ્ત્રીના મધુર સ્વરને સાંભળીને તીવ્ર બુદ્ધિથી વિચારવા લાગ્યા પણ શ્રુતના વિષમ અર્થથી કદર્થિત થયેલ તે ગાથાનો અર્થ ન સમજી શક્યા. 'चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दुचक्की केसी य चक्की य' ॥ અર્થ - પ્રથમ બે ચકવર્તી થયા પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી તે પછી એક વાસુદેવ અને ચક્રી તે પછી કેશવ અને ચક્રવર્તી ત્યારબાદ કેશવ અને બે ચક્રવતી, પછી કેશવ અને છેલ્લા ચક્રવર્તી થયા. આ ગાથા સાંભળતા હરિભદ્ર પુરોહિત કહેવા લાગ્યા કે, “હે અંબા ! આ ચકચક જેવું તમે બહુવાર બોલ્યા ત્યારે સાધ્વીજી બોલ્યા સાંભળો, આ ભીના છાણથી લીંપેલ જેવું છે આવો ઉત્તર સાંભળી ચમત્કાર પામ્યા- હે માતા આનો અર્થ સમજાવો.' સાધ્વીજીએ કહ્યું – જિનાગમનો અભ્યાસ કરવા માટે ગુરુની અનુમતિ જોઈએ. વિવેચન અર્થ અમે ન કહી શકીએ, ગુરુ મ.સા. બાજુમાં છે. જાણવાની ઇચ્છા હોય તો ત્યાં જાઓ અને રાત્રિ આખી આ વાતની ચિંતનમાં ગઈ અને પ્રભાતમાં વિચારે છે આ માતાના ગુરુ જૈન લાગે છે હવે તે પણ મારે વંદનીય છે. હવે સર્વનો ત્યાગ કરવાનો વખત આવ્યો છે કારણ કે મારે પ્રતિજ્ઞા છે સવારે ઉત્સાહ પૂર્વક જિનમંદિરમાં જતાની સાથે હર્ષપૂર્વક કહે છે, વપુલ તવીરછે, મવિન્ ! વીતરાગતમ્ न हि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाड्वलः ।' હે ભગવાન તમારી મૂર્તિ જ વીતરાગપણાને કહી બતાવે છે કારણ કે કોટરમાં અગ્નિ હોય તો વૃક્ષ લીલું કદાપિ ન હોઈ શકે. આ જોઈને આ.ભ. પણ આશ્ચર્ય પામ્યા તે કહે છે કે તે અનુપમ બુદ્ધિના નિધાન તને કુશળ છે ? અહીં આવવાનું શું પ્રયોજન ? સર્વ હકીકત શ્લોકની જણાવી આ.ભ. કહે આના માટે દીક્ષા અંગીકાર કરી આગમને ભણવા તપશ્ચર્યા આદી કરી ભણી શકાય તરત જ વંશ તજી દીક્ષા લીધી. 15
SR No.022282
Book TitlePanchashak Prakaranam
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Sansthanam
Publication Year2014
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy