SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] [संपादकीय પૂ.આ.શ્રી બાલચંદ્રસૂરિ મહારાજની કવિતાના ગુણને માટે સ્તુતિ કરેલ છે, એ પ્રમાણે પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજકૃત સમરાદિત્યસંક્ષેપમાં કહેલ છે. પૂર્વ સંપાદન અંગે: સટીક આ ગ્રંથ પંડિત હીરાલાલ હંસરાજ-જામનગરમાં પ્રકાશિત કરેલ, પરંતુ તેમાં મૂલગ્રંથાંશનો અમુક ભાગ ટીકામાં રહી ગયેલો. તેથી આ ગ્રંથના પુનર્મુદ્રણ માટે જૈનાચાર્યશ્રી વીરસૂરીશ્વરજી મહારાજસાહેબે ગુર્જર દેશાન્તર્ગત રાજધન્યપુરમાં રહેતા શ્રેષ્ઠિ ત્રિકમચંદ્રના પુત્ર કલિકાતા વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત-પ્રાકૃત અધ્યાપક ન્યાયવ્યાકરણતીર્થ પદવીથી વિભૂષિત પંડિત હરગોવિંદદાસને પ્રોત્સાહિત કર્યા અને તેમણે છે આદર્શ પ્રતોની સહાયથી આ ગ્રંથનું સંશોધન કરી સંસ્કૃત છાયાથી વિભૂષિત કરી આ ગ્રંથ ફરી તૈયાર કર્યો અને “જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા'ના ૯મા ગ્રંથાંક તરીકે વિ.સં.૧૯૭૫, વિ.સં. ૨૪૪૫માં આ ગ્રંથ પ્રતાકારે બે ભાગમાં પ્રકાશિત થયેલ છે. નવીનસંસ્કરણ સંપાદન અંગે : આજથી લગભગ ૯૦ વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ આ ગ્રંથની આવૃત્તિ જીર્ણપ્રાયઃ થયેલ હોવાથી અને પ્રતાકારે મુદ્રિત થયેલ ગ્રંથમાં ઘણા નાના અક્ષરો હોવાથી સુવાચ્ય અક્ષરોમાં આ ગ્રંથનું પુનર્મુદ્રણ થાય તો સમાધિ માટે અને આત્મસાધના માટે અતિઉપયોગી આ ગ્રંથ હોવાથી અનેકોને વાંચવા માટે ઉપયોગી બને. આવી ઉત્તમ ભાવના લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરના નિયામકશ્રી જિતેન્દ્રભાઈ શાહના મનમાં ઉદ્ભવી અને એકવાર તેઓ મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં સુખશાતા પૃચ્છા માટે આવેલ, ત્યારે વાત કરી કે “વિવેકમંજરી' ગ્રંથના પુનઃસંપાદનની ભાવનાને સાકાર કરવા માટે આપશ્રીજીનો સહયોગ મળે તો આ ગ્રંથનું પુનઃસંપાદન કાર્ય અતિ ઉપકારક થાય તેવું છે. તેમની ભાવનાને સહર્ષ વધાવી તેમના આ સંપાદનકાર્યમાં સ્વસ્વાધ્યાયના ઉદ્દેશથી સહયોગ આપવાનું થયેલ છે અને આ ગ્રંથનો સ્વાધ્યાય કરતાં જે સંવેગગર્ભિત શુભભાવો ઉલ્લસિત થયા છે, તે માટે તેમની ખાસ ઋણી છું. આ નવીન સંસ્કરણ સંપાદનમાં ઉદ્ધરણો બધા બોલ્ડ ફોન્ટમાં આપેલ છે. ઉદ્ધરણોના સ્થાનો જેટલા ઉપલબ્ધ સામગ્રીના આધારે અમને મળ્યા છે, તે ચોરસ ૧. ઉદ્ધરણના સ્થાનો નોંધવા માટે “શાસ્ત્રસંદેશમાલા'થી પ્રકાશિત થયેલાં ચાર ભાગો ઉપકારક બન્યા છે.
SR No.022279
Book TitleVivek Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorChandranbalashreeji, Pandit Hargovinddas
PublisherJain Vividh Sahitya Shastramala
Publication Year2010
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy